Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રામ તેરી ગંગા મેલી હો ગઇ.....

વારાણસી પછી પ્રયાગરાજમાં પણ ગંગામાં શેવાળ જામ્યો

ઉત્તરપ્રદેશમાં વારાણસી પછી પ્રયાગરાજમાં પણ પવિત્ર ગંગા નદીમાં શેવાળ છવાય ગયો છે. ગંગાના અનેક ભાગોમાં શેવાળથી પ્રભાવિત થયેલ નદી વૈજ્ઞાનિક પ્રો. બી.ડી. ત્રિપાઠીએ જણાવેલ જયારે પાણીની અંદરનું તાપમાન રપ ડીગ્રીથી વધી જાય છે. ત્યારે શેવાળને અનુકુળ વાતાવરણ બને છે. ઉપરાંત ગંગામાં રહેવા જીવો પણ સંકટમાં મુકાયો છે. પ્રદુષણ બોર્ડ દ્વારા પ્રાથમીક તપાસમાં સામે આવેલ કે ગંગાજળમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની માત્રા પણ વધી ગઇ છે. ઉપરાંત અંદરનું તાપમાન પણ ૩પ ડીગ્રી આસપાસ નોંધાયેલ. જો આનો સ્થાયી નિકાલ નહી કરાય તો ઇકોસિસ્ટમ પણ પ્રભાવીત થશે.

(3:26 pm IST)