Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પ્રયાગરાજમાં ગંગા નદી પર પોલીસ રાખી રહી છે નજર

ગંગા કિનારે અગ્નિ સંસ્કારને પ્રોત્સાહન આપી રહી છે પોલીસ

પ્રયાગરાજઃ ગંગા નદીમાં હજુ શબોને પ્રવાહીત કરવાનું ચાલુ છે. રાયબરેલીમાં એક સાથે પાંચ શબ તરતા જોવા મળ્યા હતા. તેના પછી ગંગા નદીમાં નજર વધારે વધારી દેવાઇ છે. નદીમાં કોઇ શબને પ્રવાહીત ન કરે અથવા ઘાટના કિનારે એમને એમ મુકીને ના જતા રહે એટલે ગંગાના બધા મુખ્ય ઘાટો પર એસડીઆરએફના વીસ-વીસ જવાનોની ટીમ તહેનાત કરાઇ છે. એસડીઆરએફની ટીમ મોટરબોટ દ્વારા ગંગામાં ફરીને નજર રાખી રહી છે.

ગંગા નદી પર નિગરાણીના લીધે હવે સામાન્ય લોકો માટે પોતાના પ્રિયજનોના શબોને વહાવવામાં મુશ્કેલ થઇ રહી છે. પોલીસ એવા પ્રયત્નો કરે છે કે ગંગા કિનારે શબના અંતિમ સંસ્કાર કરવા આવતા લોકો લાકડા દ્વારા અગ્નિ સંસ્કાર કરે.

(3:32 pm IST)