Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પેનાસીઆ બાયોટેકને ' સ્પુટનિક-વી 'ના ઉત્પાદન માટે 14 કરોડ રૂપિયા ફાળવો : વેક્સીન બનાવતી આ કંપનીને વ્યાજ સહીત રકમ ચૂકવવા દિલ્હી હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ

ન્યુદિલ્હી : આજ શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે વેક્સીન બનાવતી કંપની પેનાસીઆ બાયોટેકને ' સ્પુટનિક-વી 'ના ઉત્પાદન માટે વ્યાજ સહીત 14 કરોડ રૂપિયા ફાળવવાનો આદેશ આપ્યો છે. જે પૈકી જસ્ટિસ  મનમોહન સિંહ અને નજમી વઝિરીની બેન્ચે વચગાળાની વ્યવસ્થા રૂપે,પેનાસીઆ બાયોટેકને વેચાણની આવકનો 20 ટકા હિસ્સો કોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.

નામદાર કોર્ટે  સ્પુટનિક વી ની ટ્રાયલ પણ હવે ફરીથી ન કરવા અનુરોધ કર્યો છે.કારણકે મર્યાદિત ઉપયોગ માટે તે એકવાર માન્ય થઇ ચુકી છે.

પેનાસીઆ બાયોટેક,  કે જે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સહયોગથી રસી ઉત્પાદન કરતી કંપની છે અને એક વર્ષમાં સ્પુટનિક વી ના 100 મિલિયન ડોઝનું  ઉત્પાદન કરવા સક્ષમ છે તેણે એવી દલીલ કરી હતી કે કંપનીએ કેન્દ્ર સરકારને મધ્યસ્થીની રકમ પેટે 14 કરોડ રૂપિયા ચૂકવ્યા છે તે છુટા કરવામાં નહીં આવે તો વેક્સિનની તંગી વચ્ચે પણ  ઉત્પાદન કરાશે નહીં . તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:07 pm IST)