Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ચીનના તિયાંગોન્ગ સ્પેશ સ્ટેશનમાં એવી ટેક્નોલોજી કરે છે ઉપયોગ : મંગળ પર માત્ર 39 દિવસમાં પહોંચી શકાશે

આયોન થ્રસ્ટર્સની મદદથી મંગળ પર જવામાં ઈંધણની વપરાશ પણ ઓછો થશે

ચીનના તિયાંગોન્ગ સ્પેશ સ્ટેશનને એવી ટેક્નોલોજીથી બનાવવા જઈ રહ્યું છે જેનાથી મંગળ પર જવાનો સમય ખુબ જ ઘટી શકે છે. આયોન થ્રસ્ટર્સની મદદથી મંગળ પર જવામાં ઈંધણની વપરાશ પણ ઓછો થશે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં જણાવાયું કે સ્પેસ સ્ટેશનનો પહેલો મોડ્યુલ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.

તેમાં 4 આયોન થ્રસ્ટર લાગેલાં છે. આ પ્રોપલ્શનના માટે વીજળીના ઉપયોગથી આયોન્સને એક્સલરેટ કરે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, આ મોડ્યુલ ટૂંક સમયમાં જ ઈતિહાસમાં પહેલીવાર આ ટેક્નોલોજીથી માણસોને લઈ જનાર સ્પેસક્રાફ્ટ બની શકે છે. આયોન ડ્રાઈવ્સ કેમિકલ પ્રોપલ્શનથી અનેક ગણા વધારે સારા હોય છે.

ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ મુજબ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને એક વર્ષ સુધી કક્ષામાં રાખવા માટે 4 ટન રોકેટ ફ્યૂલ લાગે છે. આયોન થ્રસ્ટરને આટલા સમય માટે ફક્ત 400 કિલોની જરૂર પડશે. તેની મદદથી મંગળ પર 6-8 મહિનામાં નહીં પણ ફક્ત 39 દિવસોમાં જ પહોંચી શકાશે. ચીને ન ફક્ત સ્પેસ સ્ટેશન પણ સેટેલાઈટ સમૂહો અને પરમાણુ ઉર્જાથી ચાલતા સ્પેસક્રાફ્ટ માટે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માગે છે.

આ ટેક્નોલોજી દશકો જૂની છે પણ અત્યાર સુધી પર્યાપ્ત માત્રામાં થ્રસ્ટના કારણથી એસ્ટ્રોનોટ્સના જીવન અને સેટેલાઈટની ઉપર ખતરો બની જાય છે. હવે CASએ હાલમાં જ 11 મહિના સુધી સતત તેનો ઉપયોગ કર્યો છે. મેગ્નેટિક ફીલ્ડની મદદથી એ સુનિશ્ચિત કરાય છે કે પાર્ટિકલ્સ એન્જિનને કોઈ નુકસાન ન પહોંચાડે. તે એક ખાસ સેરેમિક મટિરિયલ રેડિયેશનથી બચાવે છે.

(12:40 am IST)