Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

૧૮ થી ૨૧ વર્ષની વયના લોકો માટે ઘટી રહી છે રોજગારી

નવી દિલ્‍હી તા. ૪ : દેશમાં ઔપચારિક રોજગારના સર્જનમાં ૧૮ થી ૨૧ વર્ષના આયુ વર્ગની ભાગીદારી સતત ઘટી રહી છે. કર્મચારી ભવિષ્‍ય નિધી (ઇપીએફ)માં છેલ્લા ચાર વર્ષમાં ખોલાયેલ ખાતાઓની સંખ્‍યામાં ઝડપી ઘટાડો પણ આનો સંકેત આપે છે. અર્થશાષાીઓ અને રિસર્ચરોનું કહેવું છે કે નવા રોજગારમાં ઘટાડાનો આ સિલસિલો આગળ પણ ચાલુ રહી શકે છે.

આંકડાઓથી ખબર પડે છે કે ખોલાયેલા ઇપીએફ ખાતાઓમાં આ વયજૂથની ભાગીદારી ૨૦૧૮-૧૯માં ૩૭.૯ ટકા હતી જે ૨૦૨૧-૨૨માં ઘટીને ૨૪.૧ ટકા થઇ ગઇ છે. નવા ઇપીએફ ખાતાઓથી ખબર પડે છે કે કેટલી નવી નોકરીઓ મળી છે.

એવું નથી કે ૧૮ થી ૨૧ વર્ષના વયજૂથમાં કુલ રોજગારી ઘટી છે. ખરેખર તો આ વયજૂથના લોકો દ્વારા ખોલાયેલા નવા ઇપીએફ ખાતાઓમાં ૨૦૧૯-૨૦થી ૨૦૨૧-૨૨ દરમિયાન લગભગ ૨૬ ટકાનો વધારો થયો છે. પણ આ સમયગાળામાં બધા આયુ વર્ષ માટે કુલ રોજગારી લગભગ ૯૬ ટકાના દરે વધી છે અને તેના આંકડા લગભગ બમણા થયા છે. આ હિસાબે ૧૮ થી ૨૧ વર્ષનું વયજૂથ પાછળ રહી ગયું છે.

ભારતીય આંતરરાષ્‍ટ્રીય આર્થિક સંબંધ અનુસંધાન પરિષદમાં સીનીયર ફેલો રાધિકા કપૂરે કહ્યું ‘આ પ્રકારનું વલણ પહેલા પણ રહ્યું છે અને કોરોના પછી તે ઝડપથી વધી રહ્યું છે. સીનીયર અને અનુભવી લોકોને વધારે પસંદ કરાઇ રહ્યા છે.'

(10:14 am IST)