Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

શરીરના વિવિધ ભાગો માટે દુઃખાવાની અલગ દવાઓ એક કૌભાંડ ???

એક સર્જીકલ ડોકટર અનુસાર બધી દવાઓમાં એક જ ચીજ હોય છે

જયારે આપણા શરીરના કોઇ અંગમાં દુઃખાવો થાય છે તો આપણે તરત જ નજીકના મેડીકલ સ્ટોર અથવા સુપર માર્કેટમાં જઇને જે તે અંગના દુઃખાવામાં રાહત માટેની દવા માંગીએ છીએ પણ એનએચએસના એક સર્જીકલ ડોકટર અનુસાર, આ તમારા પૈસાનો બગાઇ હોઇ શકે છે.

ડો.કરણ રાજન અથવા કરણ રાજ જે ટીકટોક પર બહુ જાણીતા છે તેમણે કહ્યું કે મારૃ માનવુ છે કે શરીરના કોઇ ખાસ ભાગ જેમ કે માથા અથવા પીઠનો દુઃખાવો અથવા મહિલાઓને માસિક દરમ્યાન થતા દુઃખાવા માટેના પેઇન કીલર એ ખેરેખર તો એક કૌભાંડ છે.

પોતાના તાજેતરના એક વીડીયોમાં તેમણે એક વ્યકિતના પ્રશ્નના જવાબમાં ડો.રાજે કહ્યું કે ન્યુરોફેન જે મૂળભૂત રીતે આઇબૂપ્રૂફેન હોય છે તે અલગ અલગ રીતે પીઠના દુઃખાવા, આધાશીશી, પીરીયડના દુઃખાવામાં રાહત માટે વેચાય છે. આ કંપનીઓ શરીરના અલગ અલગ અંગો માટે દુઃખાવામાં રાહત માટે અલગ દવાઓ વેચે છે. જો તે સાચુ હોય તો ખરેખર  સારૃ કહેવાય.

પણ આ બધા ઉત્પાદનોમાં સરખા જ ઇન્ગ્રેડીયન્ટ હોય છે. આઇબુપ્રોફેનને કંઇ ખબર થોડી હોય છે કે દુઃખાવો કયાં થાય છે એટલે પીઠના દુઃખાવામાં જે દવા કામ કરે છે તે જ માથાના દુઃખાવામાં પણ કામ આપી શકે જો ડોઝ સરખો હોય તો.

તેણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે કે 'જૂઠી જાહેરાત' તેમણે પોતાની કોમેન્ટમાં લખ્યુ છે કે આની સૌથી ખાસ અસર તમારા પાકીટ પર થશે. સરખા ઇન્ગ્રોડીયન્ટની જો ડોઝ સરખો હોય તો સરખી જ અસર થાય. તેમની કલીપ બહુ ઝડપથી વાયરલ થઇ છે અને તેને હજારો લાઇકસ અને કોમેન્ટસ મળી રહ્યા છે.(ધ મીરરમાંથી સાભાર)

(3:32 pm IST)