Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

કેરળમાં કોરોનાનો ઘટતો કહેર :દેશમાં નવા 21.634 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 26.323 દર્દીઓ રિકવર થયા : વધુ 182 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.49.029 થયો :એક્ટીવ કેસ 2.58.886 થયા : કુલ કેસની સંખ્યા 3.38.34.243 થઇ

સૌથી વધુ કેરળમાં 12.297 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2692 કેસ,તામિલનાડુમાં 1531 કેસ, મિઝોરમમાં 1276 કેસ, આંધ્રપ્રદેશમાં 765 કેસ, પશ્ચિમ બંગાળમાં 701 કેસ, કર્ણાટકમાં 664 કેસ, ઓરિસ્સામાં 528 કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 21.634 કેસ નોંધાયા છે. જ્યારે 26.323 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 21.634 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 182 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.49.029 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 21.634 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.38.34.243 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.58.886 થઇ છે છેલ્લા 24 કલાકમાં 26.323 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.31.13.265 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ  કેરળમાં 12.297 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2692 કેસ,તામિલનાડુમાં 1531 કેસ, મિઝોરમમાં 1276 કેસ, આંધ્રપ્રદેશમાં 765 કેસ, પશ્ચિમ બંગાળમાં 701 કેસ, કર્ણાટકમાં 664 કેસ, ઓરિસ્સામાં 528 કેસ નોંધાયા છે

(12:01 am IST)