Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ફાફડા વેચતાં ૭૫ વર્ષનાં મુંબઈનાં દાદીની સંઘર્ષકથા લોકોને ગમી ગઈ

દાદી કલાવંતી દોશી લખે છે કે ફાફડા, જમવાનું, કામ કરવાનું, મજ્જાની લાઇફ

મુંબઇ,તા.૪: ઉંમર માત્ર આંકડો છે, માનો તો કશું અશક્‍ય નથી. ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કરાયેલો આ વિડિયો આ બાબતને સારી રીતે સમજાવે છે. આ વિડિયોમાં ૭૫ વર્ષની વયનાં ફાફડા વેચતાં એક દાદીની પ્રેરણાદાયક કહાની છે. આ વિડિયો ઇન્‍સ્‍ટાગ્રામના હ્યુમન્‍સ ઓફ મુંબઈ નામના પેજ પર શેર કરવામાં આવ્‍યો છે, જેની સાથે દાદીની લખેલી વાત પણ શેર કરવામાં આવી છે. દાદી કલાવંતી દોશી લખે છે કે ફાફડા, જમવાનું, કામ કરવાનું, મજ્જાની લાઇફ.
ક્‍લિપમાં દાદીએ કેવી રીતે પતિની નોકરી છૂટી ગયા પછી ફાફડાનો સ્‍ટોલ શરૂ કર્યો. શરૂઆતમાં નાના પાયે શરૂ કરવામાં આવેલો આ સ્‍ટોલ ધીમે-ધીમે એ વિસ્‍તારનો જાણીતો સ્‍ટોલ બન્‍યો છે
વિડિયોમાં તેઓ કહે છે કે હું મારી પોતાની બોસ છું અને મારો પગાર મારી જાતે જ કમાઉં છું.

 

(10:22 am IST)