Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

અંગ્રેજીમાં જાતિ પ્રમાણપત્ર આપવાના સરકારી આદેશને પડકારતી જાહેર હિતની અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી : રાષ્ટ્રપતિની સૂચના મુજબ અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદિત કરીને આપવામાં આવી છે : માત્ર પબ્લિસિટી સ્ટન્ટ જણાતા નામદાર કોર્ટે અરજદારને રૂપિયા ત્રણ હજાર રૂપિયા ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ કર્યો

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) ફગાવી દીધી હતી, જેમાં સરકારના આદેશને પડકારવામાં આવ્યો હતો કે જે અંગ્રેજી ભાષામાં જાતિના 'ધનર'નું જાતિ પ્રમાણપત્ર આપવાની મંજૂરી આપે છે.

ખોટા આદેશોમાં કંઈ વાંધાજનક ન લાગતા, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મુનિશ્વર નાથ ભંડારી અને જસ્ટિસ પિયુષ અગ્રવાલની ખંડપીઠે રૂ. 3,000/- ખર્ચ.ચૂકવવાના આદેશ સાથે ફગાવી દીધી હતી.

કોર્ટે એ હકીકતને ધ્યાનમાં લીધી હતી કે જાતિ અથવા અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં જાતિનું પ્રમાણપત્ર આપવાની રાષ્ટ્રપતિની સૂચના અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદિત કરીને આપવાની છે.

આ સંદર્ભે, કોર્ટે નોંધ્યું કે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રોફાર્મા પર અંગ્રેજીમાં જાતિ પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લેવાયો છે. જેથી અંગ્રેજીમાં જાતિ પ્રમાણપત્ર આપવા માટે કોઈ પ્રતિબંધ નથી.

કોર્ટે અવલોકન કર્યું કે રિટ પિટિશન માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે દાખલ કરવામાં આવી હતી અને જાહેર હેતુની મદદ કરવા માટે નહીં.

તેથી, રૂ. 3000 ના ખર્ચે રિટ અરજી ફગાવી દેવામાં આવી હતી. તથા રૂપિયા 3000/- એક મહિનાના સમયગાળામાં  લીગલ એઇડ કમિટી, અલ્હાબાદમાં જમા કરાવવા નામદાર કોર્ટે સૂચના આપી હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)