Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

હિંસા મામલે અખિલેશ યાદવ ઘરની બહાર ધરણા પર બેઠા

અખિલેશ યાદવ લખનઉના લખીમપુર જવા માટે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા પરંતુ પોલીસ દળે તેમને ૧૦૦ મીટર આગળ રોકી દીધા

લખનૌ તા. ૪ : અખિલેશ યાદવ લખનઉના લખીમપુર  જવા માટે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ પોલીસ દળે તેમને ૧૦૦ મીટર આગળ રોકી દીધા હતા. હવે અખિલેશ એ જ રસ્તા પર ધરણા પર બેઠા છે. સેંકડો એસપી કાર્યકરો પણ તેમની સાથે છે. અખિલેશ યાદવ લખનૌમાં પોતાનું ઘર છોડીને લખીમપુર ખેરી જવા માટે કારમાં બેઠા છે. પરંતુ પોલીસની ગાડીઓ આગળ ઉભી કરી દીધી છે. પરિસ્થિતિ વણસી અને પોલીસ અને કાર્યકરો આમને સામને આવી ગયા હતા.

લખીમપુરમાં થયેલી હિંસા બાદ સમગ્ર યુપી આ સમયે રાજકીય અખાડો છે. વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. લખીમપુર ખેરી જતા પ્રિયંકા ગાંધીને સવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ આજે ત્યાં પહોંચવાની વાત કરી છે. રવિવારે લખીમપુર ખેરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી આ દુર્ઘટના અને ત્યારબાદ થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીના પુત્રએ તે ખેડૂતો પર ગાડી ઘુસાડી હતી.

(1:06 pm IST)