Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

લખીમપુર ઘટનામાં મૃતકોના પરીજનોને 45 લાખનું વળતર , એક સભ્યને નોકરી અને ઘાયલોને 10 લાખ આપવા નિર્ણય

લખીમપુર વહીવટી તંત્ર અને ખેડૂતો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ હતી


ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ રાજકારણ ચરમસીમાએ છે. એક તરફ વિપક્ષી નેતાઓ વચ્ચે લખીમપુર જઈને ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સ્પર્ધા છે. જ્યારે પોલીસ પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મથામણ કરી રહ્યું છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક મહત્વની જાણકારી સામે આવી છે. લખીમપુર વહીવટી તંત્ર અને ખેડૂતો વચ્ચે બેઠક થઈ હતી જે પૂર્ણ થઈ છે અને આ બેઠક બાદ મૃતકોને પરીજનોને 45 લાખની સહાય આપવા પર સહમતિ બની છે. આ સિવાય દરેના પરીજનને નોકરી અને ઘાયલને 10 લાખનું વળતર આપવામાં આવશે. આ મામલે ન્યાયીક તપાસ પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે લખીમપુર ખીરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી દુર્ઘટના અને ત્યારબાદની હિંસામાં 4 ખેડૂત સહિત 8ના મોત થયા છે. આ ઘટનામાં આક્ષેપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાએ ખેડૂતોને કારથી કચડી નાખ્યા હતા.

(1:57 pm IST)