Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ડેથ સર્ટિફિકેટમાં કોવિદનો ઉલ્લેખ ન હોય તો પણ કોવિદ -19 મૃત્યુ માટે એક્સ ગ્રેશિયા વળતર ચૂકવવું જોઈએ : મૃતકના રિપોર્ટમાં આરટી-પીસીઆર પરીક્ષણનું નિદાન થયું હોય તેના 30 દિવસમાં મૃત્યુ થયું હોય તો તે કોવિદ -19 થી મૃત્યુ થયેલું ગણાશે : સુપ્રીમ કોર્ટનો આદેશ


ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ડેથ સર્ટિફિકેટમાં કોવિદનો ઉલ્લેખ ન હોય તો પણ કોવિદ -19 મૃત્યુ માટે એક્સ ગ્રેશિયા વળતર ચૂકવવું
જોઈએ. મૃતકના રિપોર્ટમાં આરટી-પીસીઆર પરીક્ષણનું નિદાન થયું હોય તેના 30 દિવસમાં મૃત્યુ થયું હોય તો તે કોવિદ -19 થી મૃત્યુ થયેલું ગણાશે .
કોઈ રાજ્ય મૃત્યુના પ્રમાણપત્રમાં કોવિદનો ઉલ્લેખ ન હોવાના કારણે રૂપિયા 50,000 નો લાભ નકારી શકે નહીં." સુપ્રીમ કોર્ટે સોમવારે કોવિડ -19 મૃત્યુ માટે એક્સ ગ્રેશિયા વળતરની ચુકવણીને સંચાલિત કરવાના આદેશો પસાર કર્યા.

જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેંચે કેન્દ્રની રજૂઆત સ્વીકારી હતી કે મૃતકના પરિવારને રૂપિયા 50,000 ચૂકવવામાં આવશે.અલબત્ત આ રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ હિતકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતી રકમ ઉપરાંતની હશે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:04 pm IST)