Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ઘોર કળિયુગ ...હે ભગવાન! આ તો હદ થઇઃ.... ૬૭ વર્ષના એક વૃદ્ઘે પાડોશીની કૂતરીને પોતાની હવસનો શિકાર બનાવી

જો કે, પોલીસે તેની વિરૂદ્ઘ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી છે

ગુરૂગ્રામ, તા.૪: હરિયાણાના ગુરૂગ્રામથી એક વિચિત્ર દ્યટના સામે આવી છે. જેમાં અહીંયા એક ૬૭ વર્ષના વૃદ્ઘે પાડોશીની કૂતરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ ઘટના ગુરૂગ્રામના સોહના વિસ્તારમાં ઘટી છે. જો કે, વૃદ્ઘની આ હરકતથી સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે ભય ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ સુરેશ તરીકે કરવામાં આવી રહી છે. જો કે, પોલીસે તેની વિરૂદ્ઘ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી વિરૂદ્ઘ IPC કલમ ૩૭૭ અને પ્રિવેન્સન ઓફ ક્રૂએલ્ટી ટૂ એનિમલ એકટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

તમને જણાવી દઇએ કે, સુરેશના પાડોશમાં મુકેશ રહે છે, તેના ઘરમાં એક પાલતુ ડોગ અને એક કૂતરી પણ છે. મુકેશે જણાવ્યું કે, તેની કૂતરી ભૂરીને સુરેશ ફોસલાવીને પોતાના દ્યરે લઇ ગયો. જો કે, મુકેશે પોતાની કૂતરી ભૂરીને ઘરમાં ન જોતા તેની શોધખોળ શરૂ કરી દીધી. જો કે, તેનો પાલતુ ડોગ સુરેશના દ્યર તરફ જોઇ રહ્યો હતો. જેથી મુકેશે જયારે સુરેશના દ્યરમાં જઇને જોયું તો સુરેશ કૂતરી ભૂરી સાથે રેપ કરી રહ્યો હતો. પછી મુકેશએ આ દ્યટનાનો વીડિયો પોતાના ફોનમાં બનાવી લીધો.

જો કે, સુરેશે પોતાની પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેને જણાવ્યું કે, મુકેશ પોતાની ઇમેજ ખરાબ ઉભી કરવા માટે આવું કરી રહ્યો છે. પરંતુ મુકેશનું કહેવું છે કે, તેની પાસે સુરેશ વિરૂદ્ઘ પુરાવા પણ છે. જો કોઇને મારી વાત પર ભરોસો ના આવે તો મારી પાસે તે ઘટનાનો વીડિયો પણ છે. મે કયારેય એવું ન હોતું વિચાર્યું કે, મુકેશ જેવી વૃદ્ઘ વ્યકિત પણ આવું કંઇક કરી શકે છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'કૂતરી સાથે રેપ કર્યાની એક ઘટના સામે આવી છે. કેસ દાખલ કર્યા બાદ આરોપીની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી બાદ તેને જેલ ધકેલી દેવાયો છે.

(4:08 pm IST)