Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

7 ઓક્ટોબર સુધી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB કસ્ટડી મંજૂર : આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સાથે જોડાયેલા આરોપીના વોટ્સએપ ચેટ્સમાં "ચોંકાવનારી ગુનાહિત સામગ્રી" મળી હતી : મુંબઈ કોર્ટ


મુંબઈ : ક્રુઝ શીપ ડ્રગ કેસ મામલે મુંબઈ કોર્ટે 7 ઓક્ટોબર સુધી બૉલીવુડ એક્ટર શાહરુખખાનના પુત્ર આર્યન ખાનની NCB કસ્ટડી મંજૂર કરી કરી છે. ASG એ દલીલ કરી હતી કે, આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સાથે જોડાયેલા આરોપીના વોટ્સએપ ચેટ્સમાં "ચોંકાવનારી ગુનાહિત સામગ્રી" મળી હતી. અધિક સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહે 11 ઓક્ટોબર સુધી આરોપીની કસ્ટડી માંગી હતી.

ખાન તરફથી હાજર રહેલા એડવોકેટ સતીશ મણેશીંદેએ દલીલ કરી હતી કે તેમના ગ્રાહક ક્રૂઝ શિપમાં ખાસ આમંત્રિત હતા. પંચનામામાં મારા અસીલના મોબાઈલ સિવાય જપ્ત કરેલી કોઈ વસ્તુ દર્શાવાઈ નથી. મિત્ર  પાસે 6 ગ્રામ ચરસ હતા, જેની સાથે હું પણ જોડાયેલ ન હતો."

હું કોઈપણ હેરફેર, સપ્લાય અથવા વિતરણમાં સામેલ નથી. "અને
વોટ્સએપ ચેટ્સનો ઉપયોગ આરોપીને દોષિત બનાવવા માટે કરી શકાતો નથી.

"આ બતાવે છે કે કોઈક જોડાણ હતું, વ્યક્તિ સાથે નિયમિત સંપર્ક હતો. તે સપ્લાયરને બતાવી શકે છે અને તે કોઈને સંપૂર્ણપણે નિર્દોષ બતાવી શકે છે."બંને પક્ષોની દલીલ સાંભળી નામદાર કોર્ટે 7 ઓક્ટોબર સુધીની કસ્ટડી મંજુર કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:58 pm IST)