Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સેન્સેક્સમાં ૧૨૭૬ અને નિફ્ટીમાં ૩૮૬ પોઈન્ટનો જબજસ્ત ઊછાળો

ભારતીય શેરબજારમાં તેજીનો દબદબો રહ્યો : બેંકો, મેટલ, આઈટી, પાવર અને રિયલ્ટીમાં ૨-૩ ટકાના ઉછાળા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયો

મુંબઈ, તા.૧૦ : મંગળવારે ભારતીય શેરબજારમાં તેજીનો દબદબો રહ્યો હતો. શરૃઆતના ટ્રેડિંગ સેશનથી બજારમાં મજબૂત ખરીદી જોવા મળી હતી અને તમામ સૂચકાંકો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. આખો દિવસ આવું ચાલ્યું. મંગળવારે ભારતીય શેરબજારમાં જોરદાર કારોબાર જોવા મળ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૧૨૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮,૦૬૫ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૮૬ પોઈન્ટ વધીને ૧૭૨૭૪ પર બંધ રહ્યો હતો.

બેંકો, મેટલ, આઈટી, પાવર અને રિયલ્ટીમાં ૨-૩ ટકાના ઉછાળા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા.

આજે આખા દિવસમાં આશરે ૨૪૫૬ શેર વધ્યા હતા, ૭૨૨ શેર ઘટ્યા હતા અને ૧૧૫ શેર યથાવત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૧૦૦ અંક વધીને ૫૭,૮૮૯ પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી ૩૦૨ અંક વધીને ૧૭૧૮૯ પર ટ્રેડ કરી રહ્યો હતો. સોમવારે બીએસઈ બેન્ચમાર્ક ૬૩૮.૧૧ પોઈન્ટ અથવા ૧.૧૧ ટકા ઘટીને ૫૬,૭૮૮.૮૧ પર બંધ થયો હતો. નિફ્ટી ૨૦૭ પોઈન્ટ અથવા ૧.૨૧ ટકાના ઘટાડા સાથે ૧૬,૮૮૭.૩૫ પર બંધ રહ્યો હતો.ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ અને બજાજ ફાઈનાન્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર હતા. બીજી તરફ પાવર ગ્રીડ કોર્પોરેશન, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના શેરને નુકસાન થયું હતું. ઓટો, કેપિટલ ગુડ્ઝ, બેંક, મેટલ, આઈટી, પાવર અને રિયલ્ટીમાં ૨-૩ ટકાના ઉછાળા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. બીએસઈઈ મિડકેપ ઇન્ડેક્સ ૨.૪ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૫ ટકા વધ્યો હતો.

૩૦ શેરના સેન્સેક્સ પેકમાં ઇન્ડસઇન્ડ બેક્ન, બજાજ ફાઇનાન્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, બજાજ ફિનસર્વ, એચડીએફસી, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો, એચડીએફસી બેક્ન અને એક્સિસ બેક્ન વધ્યા હતા. માત્ર પાવર ગ્રીડ, સન ફાર્મા અને ડૉ. રેડ્ડીઝ પાછળ હતા.

એશિયામાં, યુએસ શેરોમાં ઉછાળા પછી સિઓલ અને ટોક્યોના બજારો ઊંચા સ્તરે બંધ થયા હતા. મધ્ય-સત્રના સોદામાં યુરોપના સ્ટોક એક્સચેન્જો સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે યુએસ બજારો જોરદાર તેજીમાં બંધ થયા છે.

યુએસ ડોલર સામે રૃપિયો ૩૦ પૈસા વધીને ૮૧.૫૨ (કામચલાઉ) પર પહોંચ્યો હતો.

(7:22 pm IST)