Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

બ્રિટેનની ફાર્મા કંપનીનો દાવો : તેની દવા ઓમિક્રોન વેરિયન્ટ સામે કારગર

પ્રારંભિક પ્રયોગશાળાના ટેસ્ટમાં જાણવા મળ્યુ છે કે કોરોનાની સામે તેની એન્ટીબોડી દવા નવા સુપર મ્યુટેન્ટ ઓમિક્રોન વેરિયન્ટની સામે પ્રભાવી છે : GSKની સોટ્રોવિમેબ દવા એક મોનોકલોનલ એન્ટીબોડી છે : ઓમિક્રોન વેરિયન્ટની અસર ૭૯ ટકા ઓછી કરવાનો દાવો

લંડન,તા. ૪: ભારતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટે દસ્તક આપી દીધી છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના આ નવા વેરિયન્ટે લોકોમાં ભારે ડરનો માહોલ ઉભો કર્યો છે. તેવામાં હવે બ્રિટેનની ફાર્મા કંપની ગ્લેકસોસ્મિથકલાઈને દાવો કરતાં કહ્યું છે કે પ્રારંભિક પ્રયોગશાળાના ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે કોરોનાની સામે તેની એન્ટીબોડી દવા નવા સુપર મ્યુટેન્ટ ઓમિક્રોન વેરિયન્ટની સામે પ્રભાવી છે. ગ્લેકસોસ્મિથકલાઈને સોટ્રોવિમેબને યુએસ પાર્ટનર વીઆઈઆર ટેકનોલોજીની સાથે વિકસિત કરી છે, જે મનુષ્ય દ્વારા અગાઉ બનાવવામાં આવેલ પ્રાકૃતિક એન્ટિબોડી પર આધારિત એક મોનોકલોનલ એન્ટીબોડી છે.

પરીક્ષણોમાં સોટ્રોવિમેબને ૨૪ કલાકમાં હળવાથી મધ્યમ કોરોનાની સાથે ઉચ્ચ જોખમવાળા વ્યસ્ક દર્દીમાં હોસ્પિટલમાં ભરતી થવા કે મૃત્યુના જોખમને ૭૯ ટકા સુધી ઓછો કરવાનો દાવો કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઓમિક્રોન વેરિયન્ટ સિકવન્સન આધાર પર અમારું માનવું છે કે સોટ્રોવિમેબ તરફથી વેરિયન્ટની સામે સક્રિયતા અને પ્રભાવશાળી બનાવી રાખવાની સંભાવના છે.

આ રિસર્ચ પ્રીપ્રિંટ સર્વર બાયોરેકિસવ પર પોસ્ટ કરાયું છે. જો કે રિસર્ચમાં પ્રારંભિક લેબ ટેસ્ટના આધાર પર ડેટાને શેર કરાયો છે અને અત્યાર સુધી તેની પુર્ણ સમીક્ષા કરવામાં આવી નથી. કંપનીના અનુસાર રિસર્ચે દેખાડ્યું કે સોટ્રોવિમેબ નવા ઓમિક્રોન સાર્સ-સીઓવી-૨ વેરિયન્ટના પ્રમુખ મ્યુટેન્ટની સામે સક્રિયતા કે ગતિવિધિને યથાવત રાખે છે. કંપનીઓ હવે ૨૦૨૧ના અંત સુધી અપડેટ આપવાા ઈરાદાથી ઓમિક્રોન મ્યુટેશનના સંયોજનની સામે સોટ્રોવિમેબની નિષ્ક્રિય ગતિવિધિની પુષ્ટિ કરવા માટે ઈન વિટ્રો સ્યૂડો વાયરસ ટેસ્ટિંગ પૂરી કરી રહી છે.

વીર બાયોટેકનોલોજીના સીઈઓ જયોર્જ સ્કેનગોસે જયોર્જ સ્કેનગોસ એક નિવેદનમાં કહ્યું કે, સોટ્રોવિમેબને જાણીજોઈને એક મ્યુટેટિંગ વાયરસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જીએસકે અને વીર બાયોટેકનોલોજી દ્વારા વિકસિત સોટ્રોવિમેબ એક ડોઝવાળી એન્ટીબોડી છે અને આ દવા કોરોના વાયરસના બહારના આવરણ પર સ્પાઈક પ્રોટીન સાથે જોડાઈને કામ કરે છે. અને જેથી તે વાયરસને માનવ સેલમાં પ્રવેશ કરવા પર રોક લગાવી દે છે. 

(9:58 am IST)