Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

કોરોના બાદ પર્સનલ લોન લેનારા વધ્‍યા : લોકોએ ફીકસ ડીપોઝીટ સામે સૌથી વધુ ધિરાણ લીધું

બેંકોની ૧૨૯ લાખ કરોડની લોનમાં પર્સનલ લોનનો હિસ્‍સો ૩૧.૪ ટકા : રિયલ એસ્‍ટેટની લોનમાં પણ ૧૦.૧ ટકાનો વધારો

નવી દિલ્‍હી તા. ૩ : કોરોના બાદ પર્સનલ લોનની સ્‍પીડમાં જોરદાર વધારો થયો છે. બેંકોની રૂ. ૧૨૯ લાખ કરોડની લોનમાં વ્‍યક્‍તિગત લોનનો હિસ્‍સો ૩૧.૪% છે. એ પણ રસપ્રદ છે કે લોકોએ FD સામે વધુ લોન લીધી છે. ક્રેડિટ કાર્ડથી લોન લેવામાં ૨૮.૪%નો વધારો થયો છે. બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ ઓક્‍ટોબર ૨૦૨૧જ્રાક્રત્‍ન કૃષિ લોનનો વૃદ્ધિ દર ૧૦.૮% હતો, જે આ વર્ષે ઓક્‍ટોબરમાં ૧૩.૬% છે. ઉદ્યોગનો વિકાસ ૩.૩ થી વધીને ૧૩.૬% થયો છે. સેવાઓ માટેની લોનમાં આ વર્ષે ૨૨.૫%નો વધારો થયો છે જે એક વર્ષ અગાઉ માત્ર ૨.૮% હતો. વ્‍યક્‍તિગત લોનનો વિકાસ દર ૧૨.૬% થી વધીને ૨૦.૨% થયો છે.

ઉદ્યોગમાં મધ્‍યમ કંપનીઓને લોનમાં વૃદ્ધિ ૩૧% થી વધીને ૩૫% થઈ છે. મોટી કંપનીઓનો વિકાસ દર ૦.૪% થી વધીને ૧૦.૯% થયો. સૂક્ષ્મ અને નાની કંપનીઓને લોન ૨૦.૪ ટકા વધી છે જે એક વર્ષ અગાઉ ૧૪.૬ ટકા હતી. NBFCs એ સર્વિસ સેક્‍ટરમાં મહત્તમ વૃદ્ધિ દર્શાવી છે. ગયા વર્ષે તેમાં માત્ર ૧.૪%નો વધારો થયો હતો જે હવે ૩૮% છે. રિયલ એસ્‍ટેટ લોનમાં ૧૦.૧ ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષે ૨.૨ ટકાનો ઘટાડો હતો.

ઓક્‍ટોબર સુધીમાં બેંકોની લોનમાં ૧૭.૯%ની વૃદ્ધિ જોવા મળી હતી. એક વર્ષ પહેલા તે ૬.૮% હતો. કુલ લોનમાં મેન્‍યુફેક્‍ચરિંગનો હિસ્‍સો ૨૭.૪% અને સેવાઓનો હિસ્‍સો ૨૭.૬% છે. કૃષિનો હિસ્‍સો ૧૩.૨% છે. ઉદ્યોગના ઋણમાં મોટી કંપનીઓનો હિસ્‍સો ૭૬.૫% છે. વ્‍યક્‍તિગત સેગમેન્‍ટમાં હાઉસિંગનો સૌથી મોટો હિસ્‍સો છે, જે ૪૯% છે. વાહનોનો હિસ્‍સો ૧૨ ટકા છે.

બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્‍ટ મદન સબનવીસ કહે છે, ‘જો લોકો ઓછી કિંમતની વસ્‍તુઓ ખરીદવા અથવા સોનાના દાગીના કે એફડી સામે લોન લેતા હોય તો તે બદલાતી વપરાશ સંસ્‍કૃતિની નિશાની છે.'

(12:00 am IST)