Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જવાહરલાલ નહેરુ યુનિવર્સટી સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ લીડર કનૈયાકુમારે પોત પ્રકાશ્યું : પોતાની જ પાર્ટીના નેતા ઈન્દુભૂષણ વર્માને થપ્પડ ઝીંકી દીધી

પટણા : જવાહરલાલ નહેરુ યુનિવર્સટી સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ લીડર કનૈયાકુમારે પોત પ્રકાશ્યું છે.જે મુજબ તેણે પોતાની જ સી.પી.આઈ.પાર્ટીના નેતા ઈન્દુભૂષણ વર્માને થપ્પડ ઝીંકી દીધી હોવાનો બનાવ બહાર આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ 1 ડિસેમ્બર 2020 ના રોજ બિહારના પટણામાં પાર્ટીની મીટીંગનું આયોજન કરાયું હતું.જેમાં તે પોતાના સમર્થકો સાથે ગયા હતા.પરંતુ સ્થળ ઉપર પહોંચ્યા પછી ખબર પડી હતી કે મિટિંગ કેન્સલ કરવામાં આવી છે.આથી ઉશ્કેરાયેલા કનૈયાકુમારે પોતાને અગાઉથી જાણ ન કરવા બદલ બોલાચાલી શરૂ કરી દીધી હતી અને બાદમાં તેણે તથા તેના સમર્થકોએ મારપીટ શરૂ કરી દીધી હતી.જે અંતર્ગત કનૈયાકુમારે ઇન્દુભૂષણને લાફો ઝીંકી દેતા પાર્ટીમાં ઘેરા પડઘા પડ્યા હતા.તથા તેના વિરુદ્ધ ઠરાવ પસાર કરી કેન્દ્રીય આગેવાનોને મોકલાયો હતો.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)