Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

તૃણમુલ કોંગ્રેસનો કોઇ વિકલ્પ નથીઃ મમતા બેનર્જી

કોલકતા : પશ્ચિમ  બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવેલ કે તૃણમુલ કોંગ્રેસનો કોઇ વિકલ્પ નથી અને રાજયમાં બીજી કોઇ પાર્ટી તેનું સ્થાન નહી લઇ શકે. ટીએમસી વિશ્વની સૌથી જનહિતેચ્છુ સરકાર આપી છે. તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવેલ કે ભાજપે સોનાર ભારતને ખતમ કરી દીધુ છે અને હવે સોનાર બાંગલાની વાતો કરે છે. ભાજપે દેશ વેચી દીધો છે અને તેમણે બંગાળ ઉપર નજર નાખતા પહેલા અરીસો જોવો જોઇએ. સંશોધીત નાગરીકતા  કાયદો પરત લેવો જોઇએ જેનાથી દેશના નાગરીકો ઉપર ખતરો બની રહેશે.

(3:09 pm IST)