Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભારતીય સેના અંગેના આ ૧૦ વાકયો ચોકકસ વાંચો અને શેર કરો

ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ ઓફ ઇન્ડિયા વિપીન રાવતે કહ્યું કે ભારતના દરેક વ્યકિતએ ભારતીય સેના વિશેના આ ૧૦ વાકયો જરૂર વાંચવા જોઇએ અને તેને શેર કરવા જોઇએ

૧. 'હું તીરંગો ફરકાવતો અથવા મારી જાતને તીરંગામાં લપેટીને પાછો આવીશ, પણ પાછો જરૂર આવીશ.' પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બન્ના

ર. જીવનમાં કોઇ અદમ્ય સાહસ હોય તો તે અમારૂ અહીંનું રોજીંદુ જીવન છે- લેહ લદાખ હાઇવે પર ભારતીય સેનાનું સાઇન બોર્ડ

૩.મારી બહાદુરી સાબિત કર્યા પહેલા જો હું મરૂ તો કસમથી હું મોતને મારી નાખીશ- પરમવિર ચક્ર વિજેતા કેપ્ટન મનોજ કુમાર પાંડે

૪. આપણો ધ્વજ પવનના કારણે નહીં પણ તેના રક્ષણ માટે જેમણે બલિદાન આપ્યા છે તેવા યુવાનોના અંતિમ શ્વાસથી ફરકે છે - ભારતીય સેના

અમને પામવા માટે તમારે સારા બનવું પડે, અમને પકડવા માટે તમારે ઝડપી બનવું પડે, પણ અમને જીતવા તમારે બાળક બનવું પડે-ભારતીય સેના

૬. ભગવાન અમારા દુશ્મનો પર કદાચ દયા રાખે કેમ કે અમે નથી રાખતા- ભારતીય સેના

૭. અમારૂ જીવન એક સંયોગ છે, અમારો પ્રેમ એ અમારી પસંદ છે, પણ હત્યા એ અમારો ધંધો છે- ઓફિસર્સ ટ્રેનીંગ અકાદમી, ચેન્નાઇ

૮. જો કોઇ વ્યકિત એમ કહેતો હોય કે તે મોતથી નથી ડરતો, તો કાં તો તે ખોટુ બોલે છે અથવા તો તે ગુરખા રેજીયેન્ટ સાથે જોડાયેલ છે- ફીલ્ડમાર્શલ સામ માણેકશો

૯. આતંકવાદીઓને માફ કરવાનું કામ ભગવાનનું છે, અમારૂ કામ તેને ભગવાન પાસે મોકલવાનું છે- ભારતીય સેના

૧૦.અમને દુઃખ છે કે દેશ માટે સમર્પિત કરવા એક જ જીંદગી છે

આપણે જોક તો ઘણાં ફોરવર્ડ કરીએ છીએ પણ આ વાકયો પણ આપણે બને તેટલા શેર કરીને ભારતીય સેનાનો સાથ આપીએ.

(3:11 pm IST)