Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોરોના વાયરસ એન્ટીબોડીથી કઇ રીતે બચી જાય છે તેનો તાગ મેળવવામાં વિજ્ઞાનિકો સફળ

સતત પેટન બદલાવતા કોરોના વાઇરસ પર રસપ્રદ સંશોધન : પોતાની જીનેટીક સીકવન્સના હિસ્સાને જાતે જ ખતમ કરી બહારના સ્તર પર આવેલ પ્રોટીનનો શેપ બદલી નાખે છે : બદલાતુ સ્વરૂપ જોખમરૂપ

નવી દિલ્હી તા. ૫ : લગાતાર સ્વરૂપ બદલતા રહેતા કોરોના વાઇરસ એન્ટીબોડી સામે કઇ રીતે રક્ષણ મેળવી લ્યે છે તે હકીકત જાણવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. એક અભ્યાસના આધારે એવું સ્પષ્ટ થયુ કે કોરોના વાઇરસ પોતાના જીનેટીક સિકવન્સના એ હિસ્સાને ખતમ કરી દયે છે જેનાથી તે બહારના સ્તર એટલેકે  સ્પાઇક પ્રોટીનનો શેપ બદલી જાય છે.

કોરોના વાઇરસની ઉપરની સપાટી પર આવેલ કાંટા જેવી રચનાને સ્પાઇક પ્રોટીન કહેવામાં આવે છે. જે શરીરની કોશીકાઓમાં જઇને ચોટી જાય છે. તેના કાટા કોશિકાઓની બહારની સપાટીને છેદી વાયરસની અંદર રહેલ જીનોમને પ્રવેશ કરાવી દયે છે. ત્યાર પછી વાયરસ શરીરમાં ઉપલબ્ધ એન્ટીબોડી સાથે સંઘર્ષ કરે છે અથવા પોતાની જાતને વિકસીત કરી અનેક વાયરસ પેદા કરે છે.

જર્નલ સાયન્સમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકોએ સ્પાઇક પ્રોટીનના ૧.૫૦ લાખ જીન સીકવન્સ એકત્ર કરેલ. આ સીકવન્સ પુરી દુનિયમાંથી મેળવવામાં આવ્યા હતા. જયારે અભ્યાસ હાથ ધરાયો ત્યારે જાણવા મળ્યુ કે વેરીએન્ટ ડીલીશન મ્યુટેશન કરી નાથે છે. એટલે કે પોતાના જીનેટીક સીકવન્સના એ હિસ્સાને ખતમ કરી નાખે છે જે બહારનું સ્તર તૈયાર  કરે છે. આ રીતે વાયરસ એન્ટીબોડી સામે રક્ષણ મેળવી લ્યે છે. અભ્યાસમાં ૯ એવા તફાવતો જોવા મળ્યા જે કોરોનાના દર્દીઓને ચિંતા કરાવે તેમ છે. કેમ કે કોરોના વાઇરસના આ નવા સ્વરૂપ ખુબ ખતરનાક અસર બતાવવા સક્ષમ મનાઇ રહ્યા છે. જે કોઇ વેકસીન કે એન્ટીબોડીના ન્યુટ્રીલાઇઝીંગ ક્ષમતા એટલે કે સામો હુમલો કરવાની તાકાત ધરાવે છે.

(3:52 pm IST)