Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

નાસા મોકલશે એસ્ટ્રોઇડ અભ્યાસ માટે મોકલશે એવું યાન જેથી દરેકને મળશે ૧૦,૦૦૦ કરોડ

તો પૃથ્વી પરથી નાબુદ થઇ જશે ગરીબી

ન્યુયોર્ક,તા. ૫: દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોની રોજગારી છીનવાઈ છે અનેકના વેપાર-ધંધા પર પાઠી અસર પડી છે. પરંતુ મહામારીની સમસ્યા વચ્ચે અમેરિકાની અવકાશ એજન્સી નાસા (NASA)એ એક ખાસ મિશનની તૈયારી હાથ ધરી છે. નાસાના સ્પેસક્રાફટના સાયન્સ અને એન્જીનીયરીંગ સિસ્ટમ તૈયાર કરી છે. આ મિશનને અમેરીકાની સરકાર તરફથી પણ ગ્રીન સિગ્નલ મળી ગયુ છે. આ મિશનથી પૃથ્વી પરથી ગરીબીનું નામોનિશાન મટી શકે છે.

નાસાના આ સ્પેસક્રાફટ નું લોન્ચિંગ ઓગસ્ટ ૨૦૨૨માં થશે. આ સ્પેસક્રાફ્ટ ૧૬ નામના એસ્ટ્રોઈડને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવશે. આ એસ્ટ્રોઈડ પર લોખંડનો વિપુલ ભંડાર છે. આ લોખંડની કૂલ કીંમત લગભગ ૧૦૦૦૦ કવોડ્રિલિયન પાઉંડ છે. એટલે કે, પૃથ્વી પરના દરેક વ્યકિતને આશરે ૧૦ હજાર કરોડ રૂપિયા મળી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે જે અવકાશયાન તેને શોધી કા્ઢયું હતું તેનું નામ સાઇક પણ રાખવામાં આવ્યું છે.

નાસાના સાઇકિક સ્પેસક્રાફ્ટ આ ૨૨૬ કિલોમીટર પહોળા એસ્ટરોઇડનો અભ્યાસ કરશે. અવકાશયાનનું ડિઝાઇન સ્ટેજ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે ૧૦,૦૦૦ કવાડ્રિલિયન પાઉન્ડ (૧૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ પાઉન્ડ) એટલે કે પૃથ્વી પરના દરેક વ્યકિતને લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા મળી શકે છે. ખરેખર, આ એસ્ટરોઇડ પર રહેલા લોખંડની કિંમત છે.

એસ્ટરોઇડ ૧૬ સાઇચી પાંચ વર્ષમાં સૂર્યનો એક ગોળ બનાવે છે. તેનો એક દિવસ ૪.૧૯૬ કલાકનો છે. તેનું વજન પૃથ્વીના ચંદ્રના વજનના લગભગ ૧ ટકા જેટલું છે. નાસાએ કહ્યું હતું કે, આ ગ્રહ ગ્રહને પૃથ્વીની નજીક લાવવાની કોઈ યોજના નથી. પરંતુ તેના પર જઈને તેના લોખંડની ચકાસણી કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

નાસા ઓગસ્ટ ૨૦૨૨માં એસ્ટરોઇડ ૧૬ સાઇક પર સાયકી અવકાશયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મે ૨૦૨૩માં સાયકી અવકાશયાન મંગળના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળશે. ત્યાર બાદ તે ૨૦૨૬માં૧૬ સાઇચે એસ્ટરોઇડના વર્ગમાં પહોંચશે. તે ૨૧ મહિના સુધી આ ગ્રહની આસપાસ ફરશે.

નાસાએ સ્પેસએકસના માલિક એલોન મસ્ક  પાસેથી મદદ માંગી છે અને આ ગ્રહ પરના લોખંડની ચકાસણી કરવા માટે તેમના અવકાશયાનથી મિશન શરૂ કરવા જણાવ્યું છે. જો સ્પેસએકસ (Space X0 તેના અંતરિક્ષયાનથી આ ગ્રહ પર રોબોટિક મિશન મોકલે છે, તો ત્યાં તેનો અભ્યાસ કરવામાં પાછા જવા માટે સાત વર્ષનો સમય લાગશે.

(3:56 pm IST)