Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

બધા પક્ષ શાંતિથી આ મુદ્દાનો ઉકેલ લાવશે, અસસહમતીઓના સમયમાં એક રહોઃ કૃષિ કાયદાના આંદોલન મુદ્દે વિરાટ કોહલીનું ટ્વિટ

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો મુદ્દો હવે ભારતીય ક્રિકેટ ટીમની મીટિંગ સુધી પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યુ કે, ટીમની મીટિંગમાં તેના પર સંક્ષિપ્ત ચર્ચા થી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ શુક્રવારથી શરૂ થશે જેનો પ્રથમ મુકાબલો ચેન્નઈમાં રમાવાનો છે.

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સંવાદદાતાઓના સવાલોનો જવાબ આપી રહ્યો હતો. તેને જ્યારે કિસાન આંદોલન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, આ મુદ્દા પર ટીમ બેઠકમાં સંક્ષિપ્ત ચર્ચા થઈ.

આ પહેલા વિરાટે બુધવારે ટ્વીટ કર્યુ હતુ કે, આ એક રહેવાનો સમય છે. તેણે લખ્યું હતું કે, અસહમતિઓના આ સમયમાં એક રહો. દિલ્હીના ગાઝીપુર, સિંધુ અને ટીકરી બોર્ડર પર કિસાનોની ભીડ સતત વધી રહી છે પરંતુ વિરાટે આશા વ્યક્ત કરી કે બધા પક્ષ શાંતિથી આ મુદ્દાનો ઉકેલ લાવશે.

તેણે લખ્યું, અસહમતિના આ સમયમાં આપણે બધા એક છીએ. કિસાન આપણા દેશનો એક અભિન્ન ભાગ છે અને મને આશા છે કે બદા પક્ષો વચ્ચે એક શાંતિપૂર્ણ સમાધાન નિકળશે જેથી શાંતિ સ્થપાય અને બધા મળીને આગળ વધી શકે.

(4:51 pm IST)