Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ઓક્ટોબર માસમાં લેવાયેલી યુપીએસસી પરીક્ષા નહીં આપી શકનાર ઉમેદવારોને વધુ એક તક અપાશે : કોવિદ -19 સંજોગોને કારણે બાંધછોડ કરવા કેન્દ્ર સરકાર સંમત : છેલ્લી ટ્રાયલ ચુકી જનાર પરીક્ષાર્થીઓને ઉંમરની મર્યાદામાં છૂટછાટ આપ્યા વિના એક મોકો અપાશે : અંદાજે 3300 જેટલા સ્ટુડન્ટ્સને લાભ મળશે

ન્યુદિલ્હી : ઓક્ટોબર માસમાં લેવાયેલી યુપીએસસી પરીક્ષા નહીં આપી શકનાર ઉમેદવારોને વધુ એક તક આપવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે.કોવિદ -19 સંજોગોને કારણે પરીક્ષા નહીં આપનાર અને જેઓ માટે છેલ્લી ટ્રાયલ હતી તેવા ઉમેદવારોને એક તક આપવા કેન્દ્ર સરકાર સંમત થઇ છે.અલબત્ત આ ઉમેદવારો માટે ઉંમરની વધુમાં વધુ મર્યાદામાં કોઈ બાંધછોડ નહીં કરાય .

કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ અંદાજે 3300 જેટલા સ્પર્ધકોને મળશે.તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે..

 

(6:27 pm IST)