Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ચોક્કસ તત્વો હિંસા ફેલાવવાના હોય ઉત્તર પ્રદેશમાં ચક્કાજામ નહીં કરાય: દિલ્હીમાં કાલે જબ્બર ચક્કાજામ, જો કે દિલ્હીની સીમામાં કોઈ ચક્કાજામ નહીં થાય: અભૂતપૂર્વ બંદોબસ્ત

નવી દિલ્હી : ખેડૂત આંદોલનના ધરખમ ગજાના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે અમારી પાસે પૂરતા સજ્જડ પુરાવા છે કે કેટલાક લોકો આંદોલનની આડમાં ઉત્તર પ્રદેશમાં હિંસા ફેલાવવાની કોશિશ કરશે, એટલા માટે અમે ત્યાં ચક્કાજામ નથી કરી રહ્યા. દરમિયાન કિસાન એકતા મોરચાએ કહ્યું છે કે દિલ્હીની સીમાની અંદર કોઈ ચક્કાજામ પ્રોગ્રામ નહીં થાય. કારણ કે તમામ વિરોધ સ્થળો પહેલેથી જ ચક્કા જામના મોડમાં છે. ઇમર્જન્સી અને આવશ્યક સેવાઓ, એમ્બ્યુલન્સ, સ્કુલ બસને  આપવામાં આવશે નહીં

(11:22 pm IST)