Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોબ્રા ફોર્સમાં લેડી કમાન્ડોની એન્ટ્રી : છત્તીસગઢ અને ઓરિસ્સાના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થશે તૈનાત

જંગલોમાં છુપાયેલા નક્સલીઓના વિરૂદ્ધ ઓપરેશન કરવા મહીલા યુનિટ તૈયાર

નવી દિલ્હી: નક્સલીઓનું કામ તમામ કરી દેવા માટે બનેલી કોબરા કમાંડોમાં લેડી કમાંડોઝને પહેલીવાર સામેલ કરાઈ છે,જંગલોમાં છુપાયેલા નક્સલીઓના વિરૂદ્ધ ઓપરેશન માટે CRPF ની કોબરા બટાલિયન પહેલાં જ તૈનાત છે પરંતુ હવે પહેલીવાર નક્સલીઓનો સામનો કરવા માટે કોબરાની ફોર્સમાં મહિલા કમાંડોઝ પણ સામેલ થઇ છે. ગુરૂગ્રામના CRPF એકેડમીમાં ચાલી રહેલી ટ્રેનિંગને પુરી થઇ ગયા બાદ આ કમાંડોઝને છત્તીસગઢ અને ઓડિશા સહિત નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.

જાણકારી અનુસાર 6 ફેબ્રુઆરીને કોબરાની પહેલી મહિલા યૂનિટને CRPF માં સત્તાવાર રીતે સામેલ કરવમાં આવશે. કોબરા કમાંડોઝની સૌથી ખાસ વાત એ છે કે આવી આક્રમકતાથી દુશ્મન પર હુમલો કરે છે જેથી દુશ્મનને ખબર પડતી નથી કે ક્યારે તેમનો સફાયો થઇ ગયો. આ બટાલિયન વિશેષ રૂપથી તે વિસ્તારોમાં તૈનાત કરવામાં આવે છે જે નક્સલીઓના કોર વિસ્તારના છે એટલે કે જેમને નક્સલ ગઢ ગણવામાં આવે છે. કોબરામાં તૈનાત આસિસ્ટેંટ કમાંડેંટ સુખપાલ સિંહે  જણાવ્યું કે અમે CRPF ના DG થી આદેશ મળ્યો છે કે નક્સલીઓનો સામનો કરવા માટે કોબરાની મહિલા યૂનિટને તૈયાર કરવાની છે. આ મહિલા કમાંડોઝને જલદી જ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે.

(11:28 pm IST)