Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ખેડૂત આંદોલન વિષે ટ્વીટ કરતા તેંદુલકરની વિરુદ્ધમાં કેરલમાં પ્રદર્શન : પુતળા પર કાળુ તેલ રેડી વિરોધ કર્યો

કોચ્ચિમાં કોંગ્રેસના યુથ કાર્યકરોએ સચિનના પુતળા પર કાળુ તેલ નાખીને વિરોધ કર્યો

કેરલના કોચ્ચિમાં સચિન તેંદુલકરના ટ્વીટને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓએ શુક્રવારના રોજ પ્રદર્શન કર્યું હતું. કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂત આંદોલન પર આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ કરેલા ટ્વીટના વિરોધમાં સચિને કહ્યુ હતું કે, તે લોકો ભારતના આંતરિક મામલાથી દૂર રહે. તેમના આ કાઉંટર ટ્વીટથી નારાજ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. જ્યાં કોચ્ચિમાં સચિનના પુતળા પર કાળુ ઓયલ નાખીને વિરોધ કરવામાં આવ્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂત આંદોલનને લઈને વિશ્વ ભરમાં તેના પડઘા પડ્યા છે. છેલ્લા થોડાક દિવસોની વાત કરીએ તો, અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ટ્વીટ કર્યા છે. જે બાદ ભારતે આ ટ્વીટ પર વાંધો ઉઠાવ્યો હતો. આ જ લાઈનમાં સચિને પણ આંતરરાષ્ટ્રીય હસ્તીઓની દખલગીરી સામે સવાલો કર્યા હતા.

સચિને કરેલા સરકારના બચાવ સામે કોંગ્રેસ લાલ ઘૂમ થઈ છે. શુક્રવારે કોચ્ચિમાં કોંગ્રેસના યુથ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. જ્યાં સચિનના પુતળા પર કાળુ તેલ નાખીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તો વળી સોશિયલ મીડિયા પર પણ સચિનનો વિરોધ કરી રહ્યા છે.

(11:36 pm IST)