Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ : 24 કલાકમાં 57,074 નવા કેસ : 222 દર્દીઓના મોત

એકલા મુંબઇમાં 11,163 કોરોનાના કેસ : 25 દર્દીઓના મોત

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિ ભયંકર થઇ રહી છે. ત્યારે રવિવારે રાજ્યમાં કોરોનાના 57,074 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કેસ અત્યાર સુધીના સૌથી વધુ અને ચિંતાજનક કેસ છે. 

મહારાષ્ટ્રમાં હવે કોરોનાના કેસનો આંકડો 30 લાખ 10 હજાર 597 પર પહોંચ્યો છે. જ્યારે ગત 24 કલાકમાં રાજ્યમાં 222 લોકો કોરોનાના ખપ્પરમાં હોમાયા છે. આમ, અત્યાર સુધીમાં 55 હજાર 878 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.

મુંબઈમાં કોરોનાવાયરસના નવા કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રવિવારે મહાનગર મુંબઇમાં 11,163 કોરોના દર્દીઓ સામે આવ્યા હતા. 24 કલાક દરમિયાન કોરોના વાયરસને કારણે 25 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, આનાથી મહારાષ્ટ્રની રાજધાનીમાં કોરોનાના કુલ કેસ 4 લાખ 52,445 પર પહોંચી ગયા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં કુલ 3 લાખ 71 હજાર 628 લોકો કોરોના મુક્ત થયાં છે. મુંબઈમાં સક્રિય કેસની સંખ્યા પણ 68,502 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 11,776 લોકોનાં મોત નીપજ્યાં છે. .

(12:00 am IST)