Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ,કોવીડ -19 અને વેક્સિનેશનના 5 મુદ્દાઓની રણનીતિ સમજાવી

COVID-19 મેનેજમેન્ટ માટે લોકોની ભાગીદારી અને સામૂહિક આંદોલન ચાલુ રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

નવી દિલ્હી : દેશમાં એક વખત ફરીથી કોરોના વાયરસની તેજીથી વધતા કેસોમાં વડાપ્રધાન મોદીએ રવિવારે કોવિડ-19 અને વેક્સિનેશન સાથે જોડાયેલા મુદ્દાઓ પર સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. આ બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધોહતો

અંગ્રેજી સમાચાર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ તે વાત પર ભાર આપ્યો કે, Covid-19ને પહોંચીવળવા કોમ્યુનિટીની જાગૃત્તા મહત્વપૂર્ણ કડી છે. તેમણે COVID-19 મેનેજમેન્ટ માટે લોકોની ભાગીદારી અને સામૂહિક આંદોલન ચાલુ રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

વડાપ્રધાને કહ્યું છે કે, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, COVIDને લઈને ઉચિત વ્યવહાર અને વેક્સિનેશનના 5 મુદ્દાઓની રણનીતિ વાયરસના પ્રસારને રોકવા માટે પ્રભાવિત સાબિત થશે. જો આને ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે લાગું કરવામાં આવશે.

પીએમઓએ જાહેરાત કરી છે કે, 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સાર્વજનિક જગ્યાઓ/કામ કરવાની જગ્યાઓ અને સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્રો પર માસ્કનો 100 ટકા ઉપયોગ અને સ્વચ્છતા પર ભાર આપવાની સાથે ઉચિત વ્યવહાર માટે સ્પેશ્યલ કેમ્પેન કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર, દેશમાં 24 કલાકમાં COVID-19ના 93249 કન્ફર્મ્ડ કેસ સામે આવ્યા છે. દેશમાં પાછલા લગભગ 6 મહિનાઓમાં એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. તે ઉપરાંત 24 કલાકમાં કોરોના વાયરસના મોતનો નવો આંકડો 513નો છે. ભારતમાં COVID-19ના એક્ટિવ કેસની વાત કરીએ તો, આની સંખ્યા 691597 થઈ ચૂકી છે.

આ વચ્ચે વડાપ્રધાને પબ્લિક હેલ્થ સ્પેશ્યાલિસ્ટ અને ક્લિનિશિયન્સની સેન્ટ્રલ ટીમોને મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

ભારતના આઠ રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશથી જ COVID-19ના 80.96 ટકા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં નવા 49447 કેસ સાથે લિસ્ટમાં સૌથી ઉપર છે. મહારાષ્ટ્ર ઉપરાંત 7 અન્ય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તમિલનાડૂ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત સામેલ છે

(12:00 am IST)