Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરોનાના કહેરમાં સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ કડડભૂસ

સેન્સેક્સમાં ૮૭૧ પોઈન્ટનો મસમોટું ગાબડું : રોકાણકારો ધોવાયા, નિફ્ટી પણ ૨૨૯ પોઈન્ટ તૂટ્યો, સેન્સેક્સના ટોચની ૩૦માંથી ૨૫ કંપનીના શેરમાં ગાબડાં

મુંબઈ, તા. : દેશમાં કોરોના ચેપના કેસોમાં વિક્રમી ઉછાળો થવાથી સોમવારે શેર બજાર તૂટી પડ્યું. ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઈ સેન્સેક્સમાં ૧૪૪૯ પોઇન્ટનો ઘટાડો થયો હતો, પરંતુ માર્ચ ક્વાર્ટરના પરિણામો પહેલાં આઈટી શેરના વધારાથી રોકાણકારોને થોડી રાહત મળી હતી. સેન્સેક્સ આખરે ૮૭૦. પોઈન્ટ એટલે કે .૭૪ ટકાના ઘટાડા સાથે ૪૯,૧૫૯ પર બંધ થયો. નિફ્ટી પણ ૨૨૯ પોઈન્ટ એટલે કે . ટકાના ઘટાડા સાથે ૧૪૬૩૮ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૫ કંપનીના શેર ઘટાડા સાથે બંધ થયા છે. બજાજ ફાઇનાન્સ અને ઈન્ડસઇન્ડ બેક્નના શેરમાં આશરે ટકાનો ઘટાડો થયો છે. એસબીઆઈના શેરમાં .૫૬ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, એચસીએલ ટેકમાં .૨૩ ટકા, ટીસીએસમાં .૩૨ ટકા અને ઈન્ફોસીસના શેરમાં .૧૪ ટકાનો ઉછાળો નોંધાયો છે.

અગાઉ, એચડીએફસી બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કંપનીઓના શેરમાં સોમવારે સેન્સેક્સ ૪૦૦ થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. જોકે વૈશ્વિક બજારોમાં વલણ સકારાત્મક રહ્યું હતું. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૩૪.૯૦ પોઇન્ટ અથવા .૮૭ ટકાના ઘટાડા સાથે ૪૯,૫૯૪.૯૩ પોઇન્ટના પ્રારંભમાં કારોબારમાં હતો. તે સમયે, નિફ્ટી ૧૦૯.૩૫ પોઇન્ટ અથવા .૭૪ ટકાના ઘટાડા સાથે ૧૪,૭૫૮ પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો હતો.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ એટલે કે સોમવારે શેર બજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૦૫.૦૫ પોઈન્ટ (.૬૧ ટકા) નીચે ૪૯૭૨૪.૮૦ના સ્તરે ખુલ્યો હતો. ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી ૮૨ પોઈન્ટ એટલે કે .૫૫ ટકાના ઘટાડા સાથે ૧૪૭૮૫.૪૦ના સ્તરે ખુલી હતી. દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી રોકાણકારો સતર્ક છે અને માર્કેટ નીચુ ગયું હતું..

સવારે ૧૦:૩૭ કલાકે બીએસઈનો સેન્સેક્સ ૧૧૮૫.૩૯ પોઈન્ટ નીચે ૪૮૮૪૪.૪૪ પર હતો. નિફ્ટીની વાત કરીએ તો તે ૩૪૭.૭૫ પોઈન્ટ નીચે ૧૪૫૧૯.૬૦ના સ્તરે હતી. સવારે ૧૦:૧૨ કલાકે સેન્સેક્સ ૧૦૪૫.૯૨ પોઈન્ટ એટલે કે .૦૯ ટકા ઘટીને ૪૮૯૮૩.૯૧ પર અને નિફ્ટી ૨૫૪.૭૦ પોઈન્ટ એટલે કે .૭૧ ટકા નીચે ૧૪૬૧૨.૬૫ના સ્તરે હતીસોમવારે ૬૮૮ શેરમાં તેજી વર્તાઈ હતી અને ૭૧૯ શેરના ભાવોમાં ઘટાડો થયો હતો જ્યારે ૧૦૭ શેરમાં કોઈ ફેરફાર નહોતો નોંધાયો.   અમેરિકાનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૧૭૧ પોઈન્ટના વધારા સાથે ૩૩,૧૫૩ પર બંધ રહ્યો હતો. નેસ્ડેક ઈન્ડેક્સ ૨૩૩ પોઈન્ટ વધીને ૧૩,૪૮૦એ બંધ રહ્યો હતો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૨૬૭ પોઈન્ટ વધીને ૩૦,૧૨૧ પર વેપાર કરી રહ્યો છે. કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં પોઈન્ટનો સામાન્ય ઘટાડો છે, ઈન્ડેક્સ ,૧૦૯ પર વેપાર કરી રહ્યો છે. ઈસ્ટરના કારણે ઓસ્ટ્રેલિયાનું શેર માર્કેટ સોમવારે બંધ છે. ટોમ્બ સ્વિપિંગ ડેના કારણે ચીન, હોંગકોંગનું શેર માર્કેટ પણ બંધ છે.

(8:01 pm IST)