Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

તેલંગાણામાં લગ્નના જમણવારમાં ગયેલા 87 લોકો કોરોના સંક્રમિત

નિઝામાબાદઃ જિલ્લાના ગામમાં લગ્ન પ્રંસગમાં 400 લોકો જોડાયા હતા : એકસાથે 87 લોકોને કોરોનાએ ઝપટે લેતા જીલ્લાભરનું આરોગ્યતંત્રમાં દોડધામ : ગામમાં કેમ્પ ગોઠવાયો

તેલંગણાના નિઝમાબાદમાં લગ્ન પ્રસંગમાં સામેલ દસ, વીસ નહીં પણ 87 લોકો કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે ,નિઝામાબાદ જિલ્લાના સિદ્ધપુર ગામના મહેમાનોએ નજીકના ગામમાં લગ્નમાં ભાગ લીધો હતો. જેમાં આશરે ચારસો લોકોએ ભાગ લીધો હતો. પરંતુ આ લગ્ન તેમના માટે ભોજન સમારંભ કરતા વધુને કારમાં સાબિત થયા હતા એકસાથે 87 લોકો કોરોનાની ઝપટે ચડતા નિઝામાબાદના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે

 . ચેપગ્રસ્ત દર્દીઓમાંથી ઘણાને હવે નિઝામબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લાના તબીબી અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સિદ્દાપુર ગામે કેમ્પ પણ ગોઠવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નીઝામબાદ એ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલું એક જિલ્લો છે, જ્યાં એક જ દિવસે એટલે કે રવિવારે જ 96 કોરોના કેસ મળી આવ્યા છે. દેશમાં કોરોના વાયરસ ચરમસીમાએ પહોંચી ગયો છે. દેશમાં પહેલીવાર, 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

(12:00 pm IST)