Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

' જમીન કૌભાંડ ' : કર્ણાટક હાઇકોર્ટે મુખ્યમંત્રી યેદુરપ્પા વિરુદ્ધ આપેલા તપાસના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે : 2011 ની સાલમાં 24 એકર જેટલી સરકારી જમીન પ્રાઇવેટ પાર્ટીને વેચી દઈ હોદાનો દુરુપયોગ કર્યાનો આરોપ હતો

બેંગ્લુરુ : જમીન કૌભાંડ મામલે કર્ણાટક હાઇકોર્ટે મુખ્યમંત્રી યેદુરપ્પા વિરુદ્ધ આપેલા તપાસના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.મુખ્યમંત્રી યેદુરપ્પા તથા મંત્રી કટ્ટા સુબ્રમણિયમ નાયડુએ 2011 ની સાલમાં બેંગલુરુમાં આવેલી 24 એકર જેટલી સરકારી જમીન પ્રાઇવેટ પાર્ટીને વેચી દઈ હોદાનો દુરુપયોગ કર્યાનો અને સરકારી તિજોરીને નુકશાન પહોચાડયાનો આરોપ હતો. જે અંગે તપાસ કરવાની કામગીરી સેશન કોર્ટે 2016 ની સાલમાં રદ કરી હતી. આથી આ કેસની તપાસ કરવા હાઇકોર્ટમાં કરાયેલી અરજી 17 માર્ચના રોજ મંજુર કરાઈ હતી. જેના ઉપર સુપ્રીમ કોર્ટએ સ્ટે આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે અને ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની બેંચે હાઈકોર્ટના આદેશને પડકારતી યેદિયુરપ્પાની અરજીને ધ્યાને લઇ સ્ટે આપ્યો હતો.

અરજદારોએ જણાવ્યું હતું કે વચગાળાના ઓર્ડરની જરૂર છે. ટ્રાયલ કોર્ટ આ મામલે આગળ વધશે, 'એમ સિનિયર કાઉન્સેલ કે.વી. વિશ્વનાથને મુખ્ય પ્રધાન વતી  રજૂઆત કરી હતી.જેને નામદાર કોર્ટે મંજૂરી આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:42 pm IST)