Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

દહેજ ન મળવાને કારણે સાસુ-સસરાએ મહિલાને નગ્ન કરીને પૂરા ગામમાં ફેરવીઃ લાકડી વડે માર્યો માર

ભુવનેશ્વર, તા.૫: ઓડિશામાં માનવતાને શરમજનક બનાવની ઘટના પ્રકાશમાં આવી છે, જયાં દહેજ ન મળતાં સસરાએ એક મહિલાને ન્યૂડ કરી પૂરા ગામમાં ફેરવી અને લાકડીઓ વડે માર માર્યો હતો. મામલો ઓડિશાના કેન્દ્રપરા જિલ્લાના કોરુક ગામનો છે. કથિત રૂપે આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માહિતી એવી છે કે દહેન ઓછુ હોવાને કારણે મહિલા પર વારંવાર ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, મહિલાને અનેક હેરાન પણ કરાઇ છે. આ ઉપરાંત દહેજની માંગ કરવામાં આવી છે. આટલું કહેતા મહિલા તરફથી કોઇ દહેજ ન મળતા સસરાએ મહિલાને ન્યૂડ કરીને પૂરા ગામમાં ફેરવી હતી. અને ખૂબ માર માર્યો હતો.

એક પોલીસ અધિકારીએ કહ્યું, 'મહિલાના કાકાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. નિકરાય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર કાબૂલી બારીકના જણાવ્યા મુજબ, કેટલાક સ્થાનિક લોકોએ મહિલાને બચાવવા માટે હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી, દહેન નહીં મળવાને કારણે આવો પ્રયાસ કર્યો હતો.

ઈન્સ્પેકટર કાબૂલી બારિકે કહ્યું, 'મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેના સાસરિયાઓ વાળા ગામ છોડીને ભાગી ગયા છે અને તેમની શોધખોળ ચાલુ છે, જેના માટે એક વિશેષ પોલીસ ટીમ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનારાઓની પણ શોધ કરવામાં આવી રહી છે.

(4:14 pm IST)