Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ઉત્તરાખંડના જંગલોમાં ઠેર ઠેર ભયાનક આગ : શહેર સુધી આગ પહોંચી, નૈનિતાલ નજીક વાઘ અભ્યારણ જિમ કોર્બેટ પાર્ક સુધી આગ પહોંચી

૬૨ હેકટર વિસ્તાર ભસ્મીભૂત : હેલીકોપ્ટરો કામે લગાડાયા : અમિતભાઈ સંપર્કમાં

ઉત્તરાખંડ : જંગલોમાં લાગેલી ભયાનક આગ ૨૪ કલાકમાં વધુ ફાટી નીકળી છે. કેન્દ્રએ બે હેલિકોપ્ટર મોકલ્યા છે. મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે એક કટોકટી બેઠકમાં વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી છે. હાલમાં ૪૦ સ્થળોએ આગ લાગી છે. ચોવીસ કલાકમાં, ૬૩ હેકટર જંગલ નાશ પામ્યું છે. નૈનીતાલ, અલ્મોરા, ટિહરી અને પૌરી ગઢવાલ સૌથી વધુ અસરગ્રસ્ત છે. ૧૨ હજાર કર્મચારી કામે લાગ્યા. પરિસ્થિતિ ચિંતાજનક, કેન્દ્ર સતત સંપર્કમાં..

આ સીઝનમાં ૯૮૩ આગની ઘટનાઓ બની છે. જેમાં ૧,૩૬૦ હેકટર જંગલ નાશ પામ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩ હેકટર જંગલો બળી ગયા છે.

આગની અસરથી નૈનીતાલ, અલ્મોરા, તેહરી-પૌરી ગઢવાલ વધુ અસરગ્રસ્ત, વાઘ અભ્યારણ જિમ કોર્બેટ પાર્ક સુધી  જ્વાળાઓ પહોંચી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે સીએમ તીરથસિંહ રાવતને તમામ સહાયની ખાતરી આપી હતી.

કેન્દ્રએ બે હેલિકોપ્ટર મોકલાયા, એક ગઢવાલના ગૌચરમાં, બીજું કુમાઉના હળ્દવાણીમાં રહેશે, જે આગ ઠારવા પાણીનો મારો ચલાવશે..

રહેણાંક વિસ્તારોની આસપાસ સુકા વૃક્ષને દૂર કરવા પંચાયતોનો સહયોગ લેવામાં આવી રહ્યો છે

આગ લગાડનારા હરામખોર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  તોફાની તત્વોની જાણ કરનારાઓને ૧૦ હજારનું ઇનામ મળશે.

(4:14 pm IST)