Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ઝાયડસ કેડિલા દ્વારા વાયરોશિલ્ડ પંપ બનાવાયો

જાણી લો લેવડ-દેવડથી જોડાયેલા દરેક કોરોનાને અટકાવવામાં મળશે મદદ : ઝાયડસની વધુ એક સિધ્ધિનિયમ, નહિ તો આવશે ઇન્કમટેકસની નોટીસ

નવી દિલ્હી, તા. પ : દેશભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતમાં પણ ઘાતક વાયરસની અસર વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઝાયડસ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ખાસ વાયરોશિલ્ડ માઉથ સ્પ્રેે એટલે કે પંપનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાયરોશિલ્ડ ૯૯ ટકા વાયરસને રોકવાનું કામ કરે છે કોઇ પણ વ્યકિત દિવસમાં સવારે અને સાંજે એમ બે વખત વાયરોશિલ્ડના પંપ લઇ શકશે.

ઝાયડસ દ્વારા નિર્મિત વાયરોશિલ્ડ પંપ લોકોને માર્કેટમાંથી બિલકુલ નજીવી કિંમતે મળી શકશે વળી આ વાયરોશિલ્ડ પંપનો ઉપયોગ પણ એકદમ સરળ હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવામાં મોટી મદદ મળશે.

(4:42 pm IST)