Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

બિહારમાં કોરોનાના કારણે નવા સત્રમાં પણ બધી શાળાઓમાં ઓનલાઇન અભ્‍યાસ

પટણા,તા. ૫: બિહારમાં કોરોના સંક્રમણ વધતા અને શાળાઓ એક અઠવાડીયુ બંધ રાખવાના સરકારના નિર્ણય પછી શાળાઓએ ઓનલાઇન અભ્‍યાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેટલીય શાળાઓમાં આજથી ઓનલાઇન અભ્‍યાસ શરૂ થઇ જશે.

શાળાઓ દ્વારા વર્ગ અને શિક્ષકોનું શેડયુલ બનાવાઇ રહ્યુ છે. બધા કેન્‍દ્રીય વિદ્યાલયોમાં આજથી એટલે કે સોમવારથી ઓનલાઇન અભ્‍યાસ ચાલુ થઇ જશે. જ્‍યારે સેન્‍ટ ઝેવીયર્સ હાઇસ્‍કુલમાં મંગળવાર એટલે કે છ એપ્રિલથી ઓનલાઇન વર્ગો ફરીથી શરૂ થશે. શાળાના આચાર્ય ફાધર કિસ્‍ટ્રએ જણાવ્‍યુ કે ઓફલાઇન વર્ગો એક અઠવાડીયા માટે કરાયા છે એટલે હાલમાં ઓનલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે.

(5:09 pm IST)