Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મહારાષ્ટ્રના પૂર્વ હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે : પૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહે ભ્રષ્ટાચાર મુદ્દે CBI તપાસની કરેલી માંગણી બોમ્બે હાઇકોર્ટે મંજુર રાખતા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે : સીનીઅર એડવોકેટ ડો.અભિષેક મનુ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર વતી કેસ લડશે

મુંબઈ : મહારાષ્ટ્ર સરકાર અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અલગ અપીલ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને મુંબઈ પોલીસ ભૂતપૂર્વ કમિશનર પરમ બીર સિંહે કરેલા આરોપોની પ્રાથમિક તપાસ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોએ બાર એન્ડ બેંચને પુષ્ટિ આપી છે કે આ અંગે એસએલપી ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે, જેમાં વરિષ્ઠ એડવોકેટ ડો. અભિષેક મનુ સિંઘવી મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિત્વ  કરે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે  સીબીઆઈને દેશમુખ ઉપર કરવામાં આવેલા ગેરરીતિના આરોપોની પ્રાથમિક તપાસ કરવાની મંજૂરી આપી છે. જેના આધારે તેમણે મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર પદેથી રાજીનામુ આપી દીધું છે.અને હવે તેઓ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી રહ્યા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)