Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

2018-19 પહેલા દાખલ થયેલા પી.જી. મેડિકલ સ્ટુડન્ટ્સ માટે એક વર્ષની જાહેર સેવા ફરજીયાત નહીં ગણાય : 2018-19 પછી દાખલ થયેલા સ્ટુડન્ટ્સને જ ફરજીયાત એક વર્ષની સેવાનો નિયમ લાગુ પડશે : કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો

બેંગ્લુરુ : કર્ણાટક હાઇકોર્ટે તાજેતરમાં ચુકાદો આપતા જણાવ્યું છે કે 2018-19 પહેલા દાખલ થયેલા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડિગ્રી ડિપ્લોમા સ્ટુડન્ટ્સ માટે એક વર્ષની જાહેર સેવા ફરજીયાત નહીં ગણાય .અધિનિયમ અને નિયમો દ્વારા  એક વર્ષની ફરજિયાત સેવા,  શૈક્ષણિક વર્ષ 2018-19 પછી દાખલ થયેલા સ્ટુડન્ટ્સને જ  લાગુ પડશે .

નામદાર કોર્ટએ  વિશ્લેષણ કર્યા પછી, એવું તારણ કાઢ્યું  છે કે શૈક્ષણિક વર્ષ 2016-17 અને 2017-18ના વિદ્યાર્થીઓને ત્વરિત અધિનિયમ અને નિયમોની જોગવાઈઓના અમલીકરણ વિશે વાકેફગાર કરવામાં આવ્યા ન હતા .તેથી, તાત્કાલિક અધિનિયમ અને નિયમોની જોગવાઈઓ પી.જી. વિદ્યાર્થીઓ / પિટિશનર્સને લાગુ કરવામાં આવશે નહીં કે જેમણે શૈક્ષણિક વર્ષ 2016-17 અને 2017-18 દરમિયાન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાંચસોથી  થી વધુ અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીઓએ  હાઈકોર્ટમાં અરજી કરી હતી કે જેમણે શૈક્ષણિક વર્ષ 2016-17, 2017-18 અને 2018-19 દરમિયાન પ્રવેશ મેળવ્યો હતો તેમને કાયદા અને નિયમોની જોગવાઈઓ બંધનકર્તા નથી. કારણકે રાજ્ય સરકારે 23 જુલાઇ, 2020 ના રોજ આદેશ જારી કરીને તેમને કાયદાની જોગવાઈઓ વિષે જાણ કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)