Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ઓકિસજનની અછતથી હાહાકાર

તામિલનાડુ-આંધ્ર-કર્ણાટકમાં ૧૯ દર્દીના મોત

તામિલનાડુના ચેંગલપટ્ટુમાં દરરોજના ૧૫૦૦ કેસ : કર્ણાટકના હુબલીમાં સ્થિતિ દયનીય

નવી દિલ્હી તા. ૫ : દેશના અલગ અલગ વિસ્તારમાં કોરોનનોકહેર ચાલુ છે. ઓકિસજનની અછતના કારણે અનેક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તામિલનાડુના ચેંગલપટ્ટુમાંએક હોસ્પિટલમાં ૧૦ના મોત થયા છે. પરિજનોનોઆરોપ છે કે આ દરેક મોત ઓકિસજનના કારણે થયા છે.

ચેંગલપટ્ટુ તામિલનાડુમાં ચેન્નાઇની પાસે એક જિલ્લો છે ત્યાં કોરોનાનો કહેર ચાલુ છે. અને અંદાજે ૧૫૦૦ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓનીસંખ્યા વધી રહી છે. ત્યાં અંદાજે ૫૦૦ દર્દી દાખલ થયા છે.એવામાં ઓકિસજનની માંગ વધવા લાગી છે.ગઈકાલે ચાર કલાકની અંદર જ દસ કોરોના દર્દીઓના મોત થયા છે.

ઘટના બાદ જિલ્લાના અધિકારીઓ પણ હોસ્પિટલમાં પહોંચ્યા, ટૂંક સમયમાં ઓકિસજન ટેન્કર પણ આવી પહોંચ્યું. અધિકારીઓનું કહેવું છે કે મોત કેવી રીતે બન્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આમાં, કોવિડના કેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેની તપાસ કરવામાં આવશે. જોકે, ઓકિસજનનો અભાવ નકારી કાઢવામાં આવ્યો છે.

તમિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશમાં ઓકિસજનના અભાવને કારણે અકસ્માત થયો છે. અહીં અનંતપુરની એક હોસ્પિટલમાં ચાર દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ ઓકિસજનનો અભાવ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોમવારે રાત્રે અહીંની કેન્સર હોસ્પિટલમાં ઓકિસજનની અચાનક અછત સર્જાઈ હતી, જેના કારણે ચાર દર્દીઓનાં મોત નીપજયાં હતાં. એક અઠવાડિયામાં અનંતપુરની આ ત્રીજી ઘટના છે, જયારે ઓકિસજનનો અભાવ એ મૃત્યુનું કારણ બની ગયું છે.

કર્ણાટકના હુબલીમાં મંગળવારે ઓકિસજનની અછતને કારણે મોત નીપજયાનો બનાવ બન્યો છે. અહીંની એક હોસ્પિટલમાં, પાંચ કોવિડ દર્દીઓ ઓકિસજનના અભાવને કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાંથી બે મહિલાઓ હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઓકિસજનના અભાવે જીવ ગુમાવ્યો છે, જયારે જિલ્લાના આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, યોગ્ય રીતે ઓકિસજનનો પુરવઠો ચાલી રહ્યો છે.

(11:08 am IST)