Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

માલિકના મોત બાદ વાહન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બનાવાઈઃ હવે નોમિની જાહેર કરી શકાશે

વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં નોમિનીના નામે વાહન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બને તે માટે કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટના નિયમોમાં ફેરફાર કર્યા

નવી દિલ્હી, તા.૫: વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં નોમિનીના નામે વાહન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બને તે માટે કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટના નિયમોમાં ફેરફાર કર્યા છે.માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હિકલ નિયમ,૧૯૮૯માં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. હવે વાહન માલિકો અન્ય વ્યકિતને પોતાના વાહન રજિસ્ટ્રેશનના સર્ટિફિકેટમાં નોમિની તરીકે નોમિનેટ કરી શકે છે. વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં હવે વાહન નોમિનીના નામે થઈ શકશે. વાહન રી-રજિસ્ટ્રેશનનો નિયમ હળવો બનાવ્યો

 માર્ગ અને પરિવહન મંત્રલાયે કરેલા સુધારાના કારણે હવે બેંક ખાતાની જેમ વાહનમાં પણ નોમિની નક્કી કરી શકાશે. માલિક તેના વાહનની નોંધણી સમયે નોમિનીનું નામ જાહેર કરી શકે છે. વાહન મલિક ઓનલાઈન એપ્લિકેશન કરીને પણ નોમિની નક્કી કરી શકે છે. જોકે, નોમિનીના ઓળખ પુરાવાની જરૂર પડશે

વાહન અગાઉથી રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તેવા કિસ્સામાં વાહન માલિક ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી નોમિનીનું નામ એડ કરી શકે છે. વિગતો નાખ્યા બાદ વાહન માલિકના મૃત્યુ પ્રમાણપત્ર સંબંધિત અધિકારીઓને રજૂ કરવામાં આવે ત્યારે આપમેળે નોમિની ટ્રાન્સફર થઈ.

અહેવાલ મુજબ માર્ગ અને પરિવહન મંત્રાલયે સામાન્ય લોકોની સરળતા માટે સુધારા કર્યા છે. દ્યણી વખત વાહન માલિકના મૃત્યુ પછી બીજા વ્યકિતને વાહન રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીઓ પડતી હતી. માલિકના મૃત્યુ પછી વાહનમાં નામ બદલવાની કાર્યવાહી ખૂબ જટિલ હતી. વિવિધ રાજયો અને આરટીઓ પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે. અધૂરામાં પૂરું વિવિધ રાજયો અને આરટીઓ દ્વારા આ પ્રક્રિયા અલગ અલગ હોવાથી પ્રોસેસ વધુ જટિલ બનતી હતી.

મંત્રાલયે સુધારાની જાહેરાત કરી દેતા નવા ફેરફારો અમલમાં આવી ચુકયા છે. હવે અગાઉથી પસંદ કરેલા નોમિની રજિસ્ટ્રેશન પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન ફેરવવા માટે અરજી કરી શકે છે. આરટીઓ સમક્ષ પુરાવા અને સંબંધિત દસ્તાવેજો સબમિટ કર્યાના માત્ર ૩૦ દિવસમાં અગાઉથી પસંદ કરાયેલ નોમિનીને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. નવા નિયમોમાં છૂટાછેડા, સંપત્ત્િ।ના વિભાજન અથવા સંપત્ત્િ।ના સ્થાનાંતરણ સહિતના અન્ય કિસ્સામાં નોમિની બદલવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

(3:54 pm IST)