Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દેશમાં કોરોનાની સ્પીડ ઘટી :નવા 1.20.313 કેસ નોંધાયા : વધુ 1.97.371 દર્દીઓ રિકવર થયા : વધુ 3370 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.44.101 થયો :એક્ટિવ કેસ ઘટીને 15.51.085 થયા

સૌથી વધુ તામિલનાડુમાં 22.651 કેસ, કેરળમાં 16.229 કેસ,કર્ણાટકમાં 16.068 કેસ,મહારાષ્ટ્રમાં 14.152 કેસ, આંધ્રપ્રદેશમાં 10.413 કેસ,પશ્ચિમ બંગાળમાં 7913 કેસ,ઓરિસ્સામાં 7729 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં નવા 1.20.313 કેસ નોંધાયા છે. જ્યારે 1.97.371 દર્દીઓ રિકવર થયા છે  . દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 1.20.313 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3370 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,44.101 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.20.313 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,86.93.816 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 15.51.085 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.97.371 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,67.87.130 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 22.651 કેસ, કેરળમાં 16.229 કેસ,કર્ણાટકમાં 16.068 કેસ,મહારાષ્ટ્રમાં 14.152 કેસ, આંધ્રપ્રદેશમાં 10.413 કેસ,પશ્ચિમ બંગાળમાં 7913 કેસ,ઓરિસ્સામાં 7729 કેસ  નોંધાયા  છે

(1:14 am IST)