Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

અમરિંદરે સિંહ નેતાઓની ફરિયાદોના કોંગીની સમિતિને જવાબ આપ્યા

પંજાબ કોંગ્રેસમાં ચાલતા વિવાદને દૂર કરવાની ક્વાયત : બેઠક બાદ અમરિંદર સિંહનો વિગતો આપવાનો ઇનકાર, આગામી વર્ષે યોજાનાર ચૂંટણી મળીને જીતવા પર ભાર મૂક્યો

નવી દિલ્હી, તા. ૪ : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદને દૂર કરવાના ઈરાદાથી રચાયેલી સમિતિ સમક્ષ શુક્રવારે હાજર થયા અને આ મુલાકાત આશરે ત્રણ કલાક ચાલી હતી.

સૂત્રો પ્રમાણે કેપ્ટન પૂરાવા તરીકે દસ્તાવેજ લઈને આવ્યા હતા કે કઈ રીતે તેમણે ધારાસભ્યો સહિત અન્ય નેતાઓની વિનંતી પર કામ કરાવ્યું. કેપ્ટને તેમને લઈને નેતાઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનો પણ જવાબ આપ્યો હતો.

બેઠક બાદ અમરિંદર સિંહે આ મુલાકાતની વિગતો આપવાનો ઇનકાર કર્યો, પરંતુ તેમણે તે વાત પર ભાર આપ્યો કે આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી મળીને જીતવી છે.

પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે અમરિંદર સિંહની આ મુલાકાતની સાથે સમિતિની સંવાદ કરવાની કવાયત પૂરી થઈ ગઈ. તે હવે જલદી પાર્ટી હાઈકમાન્ડને રિપોર્ટ આપશે.રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતાવાળી સમિતિએ છેલ્લા ચાર દિવસમાં પંજાબ કોંગ્રેસના ૧૦૦થી વધુ નેતાઓના વિચાર જાણ્યા છે. તેમાં મોટાભાગના ધારાસભ્ય છે.

ખડગે સિવાય કોંગ્રેસ મહાસચિવ અને પંજાબ પ્રભારી હરીશ રાવત તથા દિલ્હી પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેપી અગ્રવાલ આ સમિતિમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી મુખ્યમંત્રી અમરિંદર અને પાર્ટી નેતા નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય પરગટ સિંહ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના કેટલાક અન્ય નેતાઓએ પણ મુખ્યમંત્રી વિરુદ્ધ મોર્ચો ખોલી રાખ્યો છે.

(12:00 am IST)