Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ગુવાહાટી એરપોર્ટ અદાણીને સોંપો નહિઃ એજેપી

મુંબઇ અને લખનઉ હસ્તગત કરી ચુકેલા અદાણી ગૃપે સમુહસેવાના દરો ૧૦ ગણા વધારી દીધા છે! : પ્રસિધ્ધ સ્વતંત્રતા સેનાની અને અવિભાજીત અસમના પહેલા મુખ્યમંત્રી બારદોલોઇના : નામથી પ્રસિધ્ધ આ એરપોર્ટને અદાણીને સોંપવાનો કેન્દ્રનો એક તરફી નિર્ણય નિરાશાજનક

ગુવાહાટી, તા., પઃ આસામ જાતીય  પરીષદ (એજેપી) એ નાગરીક ઉડ્ડયન મંત્રાલય અને ભારતીય વિમાનપતન પ્રાધીકરણ પાસે માંગણી કરી છે કે ગુવાહાટીનું લોકપ્રિય ગોપીનાથ બારદોલોઇ આંતરરાષ્ટ્રીય હવાઇ એરપોર્ટ અદાણી સમુહને સોંપવામાં ન આવે. ખાનગીકરણથી  યાત્રીઓ ઉપરનું ભારણ વધશે.

એએઆઇના અધ્યક્ષ સંજીવકુમાર અને નાગરીક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીને શુક્રવારે એજેપી મહાસચિવ જગદીશ ભુઇયાએ કહયું કે એરપોર્ટના પ્રસ્તાવીક  ખાનગીકરણ પહેલાથી સંકટગ્રસ્ત મુસાફરોને નિચોવવામાં આવશે જે અર્થવ્યવસ્થા અને વિતીય સંસાધનોમાં આવેલી ગિરાવટથી પ્રભાવીત છે અને ઉપરથી મહામારીનો બેવડો માર પડયો છે.

આ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે આવતા પ૦ વર્ષો માટે અદાણી સમુહને લીઝ ઉપર દેવામાં આવેલા એરપોર્ટમાં જયપુર, લખનઉ, મુંબઇ, અમદાવાદ, તીરૂવનંતપુરમ, બેંગલુર અને ગુવાહાટી સામેલ છે. અદાણી જુથે આ પૈકીના પાંચ એરપોર્ટ ઉપર પહેલેથી પોતાના નિયંત્રણમાં લીધા છે.

એજેપીએ કહયું કે મુંબઇ આંતરરાષ્ટ્રીય  એરપોર્ટ લિમીટેડ અને લખનઉ હવાઇ અડ્ડા સાથે કામ કરવાવાળી એક એજન્સીને પોતાના કબ્જામાં લેવા ઉપરાંત અદાણી સમુહે સેવાઓના દરોમાં ૧૦ ગણી વૃધ્ધિ કરી છે. જેનાથી મુસાફરોને ખુબ પરેશાની થઇ રહી છે. શ્રી ભુઇયાએ કહયું કે અમે એક પ્રસિધ્ધ સ્વતંત્રતા સેનાની અને અવિભાજીત અસમના પહેલા મુખ્યમંત્રી ગોપીનાથ બારદોલોઇના નામના એરપોર્ટના ખાનગીકરણના કેન્દ્રના એક તરફા ફેંસલાથી નિરાશ થયા છીએ અને માનસીક ધક્કો અનુભવ્યો છે. તેમણે કહયું કે ખાનગીકરણ અને નાગરીક ઉડ્ડયનને મોંઘુ બનાવવા 'ઉડાન' યોજનાના ઉદ્રેશ્યને નિષ્ફળ કરી દે છે. કારણ  કે ગુવાહાટી એરપોર્ટ પુર્વત્તર ક્ષેત્રમાં સંપર્કનું કેન્દ્ર છે.

(11:46 am IST)