Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ટ્વીટરે મોહન ભાગવત સહીત સંઘના નેતાઓના એકાઉન્ટ પર વેરીફાઈ અને બ્લ્યુ ટીક ફરી લગાવ્યું

જે એકાઉન્ટ 6 મહિનાથી વધુ સમય સુધી એક્ટિવ નથી, એના કારણે બ્લ્યુ ટીક હટાવી દીધું હતું

ફોટો મોહન ભાગવત

નવી દિલ્હી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત અને સંઘના અન્ય કેટલાક નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવ્યા બાદ ટ્વીટરનો વિરોધ શરૂ થયો હતો. આ વિરોધને પગલે ટ્વીટરે મોહન ભાગવત સહીત સંઘના તમામ નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પર વેરીફાઈ અને ઓથેન્ટિકકેશનનું બ્લ્યુ ટીક ફરી લગાવી દીધું છે

ટ્વિટરએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતનાં વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવવાની સાથે RSS ના કેટલાક નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લ્યુ ટીક હટાવી દીધું છે. જેમાં સુરેશ સોની, સુરેશ જોશી અને અરૂણ કુમાર જેવા નેતાઓના નામ સામેલ છે.

હવે ટ્વીટર તરફથી સ્પષ્ટતા કરતા કહેવામાં આવ્યુ હતું કે જે એકાઉન્ટમાં લોકો આ 6 મહિનાથી વધુ સમય સુધી એક્ટિવ નથી, એના કારણે બ્લ્યુ ટીક હટાવી દેવામાં આવ્યું છે. મોહન ભાગવતના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવવા પાછળ આ કારણ હોઇ શકે છે. મોહન ભાગવતનું ટ્વિટર એકાઉન્ટ મે 2019માં બન્યું હતું, પરંતુ તેમના ટ્વિટર પર એક પણ ટ્વીટ જોવા મળતી નથી.

(6:51 pm IST)