Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

આઈટી નિયમોનું પાલન કરવા ટ્વિટરને કેન્દ્રની અંતિમ નોટિસ

નવા આઈટી નિયમોનું પાલન કરાવવા કેન્દ્ર પ્રતિબદ્ધ : સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો ટ્વિટરે ભારતમાં રહેવું હશે તો તેણે દેશના નિયમ-કાયદાને માનવા જ પડશે

નવી દિલ્હી, તા. ૫ : નવા આઇટી નિયમોનું પાલન સુનિશ્વિત કરાવવા માટે કેંદ્ર સરકાર પુરી રીતે પ્રતિબદ્ધ જોવા મળી રહી છે. આ મુદ્દે લાંબા સમયથી સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ વખતે કેંદ્ર સરકારે આ કંપની અંતિમ ચેતવણી આપી છે. સૂત્રોના અનુસાર કેંદ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદના નેતૃત્વમાં મંત્રાલયના મહત્વપૂર્ણ અધિકારીઓની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થયા બાદ ટ્વિટરને આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. કેંદ્ર સરકારના મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ફાઇનલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નવા આઇટી નિયમોના અનુપાલનમાં નિષ્ફળ રહેતાં ટ્વિટર આઇટી એક્ટ હેઠળ દાયિત્વમાં છૂટ ગુમાવી દેશે. એટલે કે સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો તેને ભારતમાં રહેવું છે તો તે દેશના નિયમ કાયદાને માનવા જ પડશે. સ્પષ્ટ છે કે આ હેતુથી સરકારે આ ટ્વિટર ઇન્ડીયાને નવા આઈટી નિયમોનું પાલન કરવા માટે ફાઇનલ નોટિસ જાહેર કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ કંપ્લાયન્સ અધિકારીની નિયુક્તિ વિશે ટ્વિટરે અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી. તો બીજી તરફ ટ્વિટર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રેસિડેન્ટ ગ્રીવાંસ અધિકારી અને નોડલ કોંટેક્સ પર્સનલ ટ્વિટરના કર્મચારી નથી. તો બીજી તરફ ટ્વિટરએ પોતાનું એડ્રેસ લો ફર્મના ઓફિસનો દાવો કર્યો છે જે નિયમોના મુજબ માન્ય નથી.

ભારત સૌથી મોટું લોકતંત્ર છે. ટ્વિટરને અહીં ખુલ્લા હાથે અપનાવવામાં આવ્યું. પરંતુ દસ વર્ષ્થી અહીં કામ કરવા છતાં ટ્વિટર એવું કોઇ મિકેનિઝમ બનાવી શક્યું નથી કે જેથી ભારતના લોકોને ટ્વિટર વિશે પોતાની ફરિયાદને ઉકેલવાની તક મળી શકે.

સરકારે એ પણ કહ્યું કે અત્યારે સદભાવના તરીકે નવા આઇટી નિયમોનું પાલનની એક અંતિમ તક ટ્વિટરે ગુમાવી દીધી છે. તેનું પાલન ન કરીને ટ્વિટરને આઇટી કાનૂનના અનુચ્છેદ ૭૯ હેઠળ દાયિત્વમાંથી છૂટ પરત થઇ જશે. તો બીજી તર ટ્વિટરને આઇટી એક્ટ તથા ભારતના અન્ય કાયદાઓ હેઠળ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

(8:26 pm IST)