Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

શેઠાણી મહેમાનો સાથે નોકરાણીને સંબંધ બાંધવા મજબૂર કરતી હતી

ઉદયપુરમાં એક સગીરા સાથે દરિંદગીનો કેસ : સગીર નોકરાણી ગર્ભવતી થયા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો સગીરા વિરોધ કરે તો ઢોર માર મારવામાં આવતો હતો

ઉદેપુર,તા.૪ : ઉદેપુર જિલ્લામાં એક સગીરા સાથે દરિંદગીનો કેસ સામે આવ્યો છે. ફતેહનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૪ વર્ષીય સગીરા પાસે શેઠાણીએ બળજરીથી ખોટું કામ કરાવતી હતી. સગીરા જે ઘરમાં કામ કરતી હતી તેની શેઠાણી ઘરમાં આવનાર મહેમાનો પાસે જબદસ્તીથી શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. પીડિતા હવે ચાર મહિનાની ગર્ભવતી થઈ છે. તેણે માલિકનની કરતૂતોનો વિરોધ કરતા તો તેની સાથે મારપીટ કરતી હતી. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પીડિત સગીરાને ફતેહનગર પોલીસ સ્ટેશનને જણાવ્યું કે ૧૦ મહિનાથી તે નૂરજહાં નામની મહિલાના ઘરે નોકરાણીનું કામ કરી હતી. નૂરજહાં ઘરમાં કોઈપણ મહેમાન આવતા ત્યારે તેની સાથે સગીરા સાથે બળજબરી શરીર સંબંધ બનાવતી હતી. જો સગીરા વિરોધ કરતી તો તેની સાથે મારપીટ કરતી હતી. પીડિતાએ પોલીસને શરીર ઉપર બનેલા નિશાન દેખાડ્યા હતા.

       ચાર મહિનાની ગર્ભવતી થયાની જાણકારી મળ્યા બાદ પીડિતાએ પોલીસ સમક્ષ હાજર થઈ અને મકાન શેઠાણી સહિત બે યુવતો સામે ફરિયાદ નોંધી હતી. પીડિતાએ જણાવ્યું કે મકાન શેઠાણીના ઘરની પાસે રહેનારા છગન નામના યુવક સાથે પણ સંબંધ બંધાવ્યા હતા. પીડિતાએ આ આખા ઘટનાક્રમની જાણકારી પોતાની માતાને કરી અને પછી માતાની સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મકાન શેઠાણીના ખોટા કામનો વિરોધ કર્યો તો તેને ખૂબ માર મારી હતી. ચપ્પા વડે તેના શરીર ઉપર નિશાન બનાવીને ડરાવી ધમકાવી હતી. પીડિતાની માતાના જણાવ્યા પ્રમાણે પરિવારના સભ્યોને જાણ થતાં જ તેનો વિરોધ કર્યો હતો નૂરજહાં અને તેના સાથીઓએ પરિવારના સભ્યોને ધમકાવી અને તેની સાથે મારપીટ કરી. જ્યારે સગીરાએ પોલીસ સંરક્ષણ માંગી છે. પોલીસે આ અંગે એક પોલીસે એક યુવતની ધરપકડ કરી હતી અને અન્યની શોધખોળ શરૂ કરી હતી.

(12:00 am IST)