Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

મુંબઈમાં વ્હેલની ઉલ્ટીનો ગેરકાયદે વેપાર કરતા હતા

૬ કરોડની એમ્બરગ્રીસ સાથે બેની ધરપકડ : એમ્બરગ્રીસનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે થાય છે, ગેરકાયદેસર માર્કેટમાં એક કિ.ગ્રા.નો ભાવ એક કરોડ

મુંબઈ,તા.૪ : મુંબઈ ક્રાઇમ બ્રાન્ચએ એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે વ્હેલ માછલીની ઉલ્ટીનો ગેરકાયદેસર વેપાર કરતી હતી. આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૬ કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરી દીધું છે. આ એમ્બરગ્રીસની બજારમાં ૬ કરોડ રૂપિયાથી વધુ કિંમત હોવાનું કહેવાય છે. આ બંને આરોપી મુંબઈના પવઈ વિસ્તારમાં એમ્બરગ્રીસની સપ્લાય કરવા માટે આવ્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યૂનિટ ૧૦ને પોતાના ગોપનીય સૂત્રોથી જાણકારી મળી હતી કે, પવઈ વિસ્તારમાં એક કારમાં બે લોકો એમ્બરગ્રીસનો વેપાર કરવા માટે માટે આવવાના છે. જાણકારી મળતાં જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાળ બીછાવી. થોડી વાર બાદ ત્યાં એક કાર આવીને ઊભી રહી.

 

        આશંકાના આધાર પર ક્રાઇમ બ્રાન્ચે કારને રોકી અને તેની તલાશી લીધો તો લગભગ ૬ કિલો એમ્બરગ્રીસ જપ્ત થઈ. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે કારમાં સવાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી. મળતી જાણકારી મુજબ, એમ્બરગ્રીસનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે અને તે ઘણા મોંઘા ભાવે વેચાય છે. બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ એ જાણવામાં લાગી ગઈ છે કે તેઓ કોને સપ્લાય કરવાના હતા અને આ ગેંગમાં બીજા કયા લોકો સામેલ છે. એમ્બરગ્રીસ મોટેભાગે અત્તર અને બીજા સુગંધિત પ્રોડક્ટ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. એમ્બરગ્રીસમાંથી બનેલા અત્તર હજુ પણ દુનિયાના અનેક વિસ્તારોમાં મળી શકે છે. પ્રાચીન ઈજિપ્તના લોકો એમ્બરગ્રીસથી અગરબત્તી અને ધૂપ બનાવતા હતા. બીજી તરફ, આધુનિક ઈજિપ્તમાં એમ્બરગ્રીસનો ઉપયોગ સિગરેટને સુગંધિત કરવા માટે થાય છે. પ્રાચીન ચીની આ પદાર્થને 'ડ્રેગનની થૂંકેલી સુગંધલ્લ પણ કહે છે.

(12:00 am IST)