Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બરમાં પિક પર પહોંચી શકે: નિષ્ણાંતોની ચેતવણી

કોઈ નવો ઘાતક વેરિએન્ટ સામે આવે તો કોરોનાની ત્રીજી લહેર ઝડપથી ફેલાય શકે

નવી દિલ્હી :દેશના કેટલાક વૈજ્ઞાનિકોએ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના પીક પર પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશમાં કોરોનાના મામલા પર નજર રાખનાર એક સરકારી પેનલના વૈજ્ઞાનિક પ્રમાણે જો કોરોના સાથે જોડાયેલા પ્રોટોકોલનું પાલન કરવામાં ન આવ્યું તો કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે પોતાની પિક પર પહોંચી શકે છે. પરંતુ તેમણે રાહતની વાત કહી છે કે આ દરમિયાન બીજી લહેરમાં નોંધાયેલા કેસ કરતા ત્રીજી લહેરમાં કેસ અડધા રહી શકે છે.

કેસ આવી શકે છે?  ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે પોતાની પિક પર પહોંચી શકે છે. તેમાં 1,50,000 થી 2,00,000 વચ્ચે કેસ સામે આવી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા ઓછી રહી શકે છે. સાથે તેમણે કોરોનાના નવા વેરિએન્ટના ખતરાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન કોઈ નવો ઘાતક વેરિએન્ટ સામે આવે છે તો કોરોનાની ત્રીજી લહેર ઝડપથી ફેલાય શકે છે.

આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે ગણિતીય મોડલ સૂત્રથી કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી કેસ વધવાની શક્યતા છે. તેમના પ્રમાણે એક નવેમ્બરથી સંક્રમણની ગતિમાં તેજી આવી શકે છે, જ્યારે 15 નવેમ્બર સુધી સંક્રમણનો ગ્રાફ નીચો આવવા લાગશે.

(12:00 am IST)