Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

વેક્સીન ન લીધી હોય તેવી વ્યક્તિને ઘરની બહાર નીકળવાની મનાઈ : મિઝોરમ સરકારનો આદેશ : ગૌહાતી હાઇકોર્ટે આ આદેશને કાનૂન વિરુદ્ધનો ગણાવ્યો : કલમ 14 ,19 ,તથા 21 મુજબ દરેક વ્યક્તિને આજીવિકા રળવાનો અધિકાર હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું

ગૌહાતી : કોવિદ -19 પ્રતિરોધક વેક્સીન જેમણે ન લીઘી હોય તેઓ ઘરની બહાર નીકળી શકશે નહીં તેવો  આદેશ મિઝોરમ સરકારે ફરમાવતા ગૌહાતી હાઇકોર્ટએ આ આદેશ કાનૂન વિરુદ્ધનો હોવાનું જણાવ્યું છે.

જે મુજબ આ બાબતને  ભારતના બંધારણની કલમ 14 ,19 ,તથા 21 ના ભંગ સમાન ગણાવી છે. જે વ્યક્તિને આજીવિકા રળવાનો અધિકાર આપે છે.

નામદાર  કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશને કારણે વ્યક્તિ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા પણ ઘરની બહાર નીકળી શકશે નહીં. આ આદેશ મનસ્વી છે.વ્યક્તિને ઘણા કારણોસર બહાર નીકળવું પડતું હોય છે. જેમાં દવા સહીત અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. વેક્સીન ન લીધી હોય તો પણ દરેક વ્યક્તિ કોવિદ -19 પ્રોટોકોલનો અમલ કરવા બંધાયેલી છે.તેથી  વેક્સીન ન લેવાના કારણસર તેને ઘરમાં કેદ કરી શકાય નહીં.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)