Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ભારતમાં રહેનાર તમામનું ડીએનએ એક : લિંચિંગ કરનાર હિંદુત્વ વિરોધી રાજકારણ એકતા ખતમ કરવાનું હથિયાર

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં શ્રી મોહન ભાગવતનું સંબોધન : કહ્યું - હિંદુ-મુસ્લિમ એકતા ભ્રામક છે તે અલગ અલગ નથી પરંતુ એક છે. પૂજા કરવાની રીતને આધારે લોકોમાં ભેદ ન પાડી શકાય: દેશમાં એકતા વગર વિકાસ સંભવ નથી :એકતાનો આધાર રાષ્ટ્રવાદ અને પૂર્વજોની મહિમા હોવો જોઈએ.

નવી દિલ્હી : મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં RSS ચીફ મોહન ભાગવતે જણાવ્યું કે લિંચિંગ કરનાર હિંદુત્વ વિરોધી છે અને રાજકારણ એકતા ખતમ કરવાનું હથિયાર છે. રવિવારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં બોલતા RSS ચીફ મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે . તેમણે કહ્યું કે ભારતમાં રહેનાર તમામ લોકોનું ડીએનએ એક છે, ભલેને તે બીજા કોઈ ધર્મના હોય. તેમણે કહ્યું કે હિંદુ-મુસ્લિમ એકતા ભ્રામક છે કારણ કે તે અલગ અલગ નથી પરંતુ એક છે. પૂજા કરવાની રીતને આધારે લોકોમાં ભેદ ન પાડી શકાય.

  ભાગવતે જણાવ્યું કે એવા કેટલાક કામ છે જે રાજનીતિ કરી શકતી નથી. રાજનીતિ લોકોને એક ન કરી શકે, રાજનીતિ લોકોને એક કરવાનું માધ્યમ ન બની શકે. પરંતુ એકતા ખતમ કરવાનું હથિયાર બની શકે. દેશમાં એકતા વગર વિકાસ સંભવ નથી. એકતાનો આધાર રાષ્ટ્રવાદ અને પૂર્વજોની મહિમા હોવો જોઈએ.

મોહન ભાગવતે એવું પણ જણાવ્યું કે આપણે લોકશાહીય દેશમાં રહીએ છીએ. અહીં હિંદુ અથવા મુસલમાનનું પ્રભુત્વ ન હોઈ શકે. ફક્ત ભારતીયોનું પ્રભુત્વ હોઈ શકે. ભીડ દ્વારા મારી મારીને મારી નાખવાની હત્યા (લિંચિગ) માં સામેલ થનાર લોકો હિંદુત્વની સામે છે.

(12:00 am IST)